Site icon Revoi.in

બંગાળ: મમતા બેનર્જીની સરકાર આવતીકાલે બજેટ રજૂ કરશે, રાજ્યપાલે આપી મંજૂરી

Social Share

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી આવતીકાલે બજેટ રજૂ કરશે. આ માટે રાજ્યપાલ જગદીપ ધનખરે સીએમ મમતા બેનર્જીને બજેટ રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે. બંગાળની મમતા બેનર્જીની સરકાર શુક્રવારે રાજ્યનું બજેટ રજૂ કરશે. આ સરકારનું આ છેલ્લું બજેટ હશે. રાજ્યના નાણામંત્રી અમિત મિત્રા અસ્વસ્થ છે. રાજ્યનું બજેટ શુક્રવારે સાંજે 4 વાગ્યાથી વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. અને શનિવારે બજેટ પર ચર્ચા થવાની છે.

રાજ્યપાલે ટ્વિટ કર્યું હતું કે,”પશ્ચિમ બંગાળના રાજ્યપાલે મુખ્યમંત્રી મમતા બેનર્જીને વર્ષ 2021-2022 માટે પશ્ચિમ બંગાળ સરકારના વાર્ષિક નાણાકીય નિવેદનની રજૂઆતથી સંબંધિત તમામ ફરજો અને તમામ સંબંધિત પાસાઓ પર વિધાનસભામાં વોટ ઓન એકાઉન્ટ રજૂ કરવાની સત્તા આપી છે.”

તો બીજી તરફ કોંગ્રેસે અને વિપક્ષે બજેટનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વિધાનસભામાં વિપક્ષના નેતા અબ્દુલ મન્નાને કહ્યું કે, સીએમ મમતા બેનર્જી રાજ્યમાં શોભાયાત્રા બોલાવી શકે છે. સભા કરી શકે છે, પરંતુ વિધાનસભા સત્ર બોલાવવામાં આવ્યું નથી. વિરોધ પક્ષોના અધિકારીઓનું હનન કરવામાં આવ્યું છે. ક્યારેય પણ વિરોધી પક્ષની વાત સાંભળી નથી. માકપા વિધાયક પક્ષના નેતા સુજાન ચક્રવર્તીએ કહ્યું કે, વિરોધી પક્ષના પ્રસ્તાવ પર ક્યારેય ચર્ચા થઈ નથી.

-દેવાંશી