કેરળ અને પ્રવાસન લગભગ એકબીજાના પર્યાયવાચી છે, ભરપૂર ટ્રોપિકલ એટલે ઉષ્ણકટિબંધીય હરિયાળી, નારિયેળના ઝાડ, તટો પર દૂર સુધી ફેલાયેલુ પામ, ગદગદ કરી દેતી પાની પર તરતી હાઉસબોટ, અનેક મંદિર, આયુર્વેદની સુંગધ, દુર્બળ ઝીલો અથવા સમુદ્ર ઝીલો, નહેર, દ્વીપ વિગેરે, કેરળમાં અનેક એવું છે જે તમારા પર તેની છાપ છોડી જાય છે, જે લોકો વિશ્વભરનો પ્રવાસ કરવા માગે છે, તેમને કેરળનો પ્રવાસ ઘણો જ યાદગાર રહેશે.
આ કોઇ નાનું આશ્ચર્ય નથી કે નેશનલ જ્યોગ્રાફીના મેગેઝિન ટ્રેવલર અને ટ્રેવલ + લીઝરએ કેરળને વિશ્વના 10 સૌથી આનંદદાયક સ્થળોમાનું એક ગણાવ્યું છે અને તેને જીવનમાં જોવાલાયક 50 ગંતવ્ય સ્થળોમાં સામેલ કર્યું છે, સાથે જ 21મી સદીની સો મહાન યાત્રાઓની યાદીમાં સામેલ કર્યું છે. તો ચાલો તસવીરો થકી નીહાળીએ કેરળના સાત જોવાલાયક સ્થળો.
અથિરાપ્પિલ્લી વોટરફોલ્સ કેરળમાં આવેલું એક સુંદર પ્રવાસન સ્થળછે. જે થ્રિસ્સુર જિલ્લામાં આવેલું છે. જો તમે કેરળના પ્રવાસે જાઓ ત્યારે તેને જોવાનું ચુકતા નહીં. આ સ્થળ કોચિથી 78 કિમી દૂર આવેલું છે. આ ઉપરાંત છે વેમ્બાનાદ લેક એ કેરળનું સૌથી મોટું લેક અને ભારતનું સૌથી લાંબુ લેક છે. જે કેરળના કેટલાક જિલ્લાઓને પાણી પૂરુ પાડી રહ્યું છે.
અગસ્થ્યારકૂડમ શીખર આ શીખર સંત અગસ્થ્યાની યાદ અપાવે છે. જે ભારતીય કહાણીઓમાં ચર્ચાયેલું પાત્ર છે. આ એક એવું સ્થળ છે, જ્યાં નીલક્કુરિન્જી મળી આવે છે. આ એક એવું ફૂલ છે જે 12માં એક જ વાર જોવા મળે છે.