Site icon Revoi.in

ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં 4 દિવસમાં 7 જિલ્લામાં 400 કિમીનો પ્રવાસ કરશે

Social Share

અમદાવાદઃ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ 7મી માર્ચે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે બપોરે 3-૦૦ કલાકે પ્રવેશ કરશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાતમાં ચાર દિવસમાં સાત જિલ્લાઓમાં 400 થી વધુ કિમીનો પ્રવાસ કરી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં રાહુલ ગાંધી કંબોઈધામ (ગુરુ ગોવિંદ), પાવાગઢ તળેટી મંદિર, હરસિધ્ધી માતાજી મંદિર, રાજપીપળા, સ્વરાજ આશ્રમ બારડોલી સહિતનાં ઐતિહાસિક અને વંદનીય સ્થળોની મુલાકાત લેશે. તેમ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘ભારત જોડો યાત્રા’ એ વિશ્વ વિક્રમ સર્જ્યો છે.  દેશવાસીઓનું  રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ને પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે. ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તાઓમાં થનગનાટ-ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત જોડો ન્યાય યાત્રા’ 7મી માર્ચે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે બપોરે 3-૦૦ કલાકે પ્રવેશ કરશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાતમાં ચાર દિવસમાં  સાત જિલ્લાઓમાં 400 થી વધુ કિમીનો પ્રવાસ કરશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન 6 પબ્લીક મીટીંગ, 27 કોર્નર મીટીંગ, 70થી વધુ સ્વાગત સ્થળો તથા ટાઉન પદયાત્રાઓનું આયોજન કરાયું છે. દેશના લાખો યુવાનો બેરોજગારીના સંકટથી ઘેરાયેલા છે. દેશમાં પી.એચડી અને માસ્ટર ડીગ્રી ધરાવાતા યુવાનોને પણ નોકરી મળતી નથી. કોગ્રેસ પક્ષ દરેક નાગરીકોને શિક્ષણ, આજીવિકા અને સ્વાસ્થ્ય માટે આર્થિક ન્યાય સુનિશ્ચિત કરશે. તેવી જ રીતે એસ.સી., એસ.ટી. અને ઓબીસી વર્ગને સતત અન્યાય થઇ રહ્યો છે. દેશનાં સંસ્થાનોમાં તેમનું પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે. ત્યારે સામાજિક ન્યાયનો મતલબ તેમની ગણતરી કરી તેમની વસ્તી આધારિત નિષ્પક્ષતાથી ભાગીદારી સુનિશ્ચિત કરવાનું કામ કોંગ્રેસ પક્ષ કરશે.

ગુજરાત વિધાનસભા કોગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાતમાં આવશે ત્યારે ગુજરાતની જનતાને અવાજ ઉઠાવવામાં આવશે. મોઘાં શિક્ષણ લીધા પછી લાખો યુવાનો ગુજરાતમાં બેરોજગાર છે. અનેક યુવાનોએ  રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગુજરાતમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થઇ રહ્યો હોવાને લઇને વિવિધ આદિવાસી સંગઠનો  રાહુલ ગાંધીને મળશે. સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ અને પ્રબુધ્ધ નાગરિકો ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં જોડાશે. ‘બેટી બચાવો’ના માત્ર નારા આપનાર ભાજપ સરકારના રાજમાં બહેન-દીકરીઓ પર સતત અત્યાચાર વધી રહ્યા છે. ગુન્હેગારોને ભાજપ સંરક્ષણ આપી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દેશની બહેન-દીકરીઓને દરેક શ્રેત્રમાં સુરક્ષા સાથે સમાન ભાગીદારી સુનિશ્ચિત કરશે.