Site icon Revoi.in

ભરૂચ: બજારમાં તલનો યોગ્ય ભાવ મળતા ખેડૂતો ખુશ

Social Share

અમદાવાદ: ભરૂચ જિલ્લામાં તલની ખેતી કરનારા ખેડૂતોને આ વખતે યોગ્ય પ્રમાણમાં ભાવ મળતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. બજારમાં તલની માંગ પણ સારા એવા પ્રમાણમાં જોવા મળી છે અને ડિસેમ્બર મહિનામાં સફેદ તલની વાવણી કર્યાના ચાર મહિના બાદ હવે બજારમાં સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

વધુ જાણકારી અનુસાર બિયારણના ભાવની વાત કરીએ તો એક કિલો બિયારણનો ભાવ 550થી વધુ રૂપિયા છે. ખેડૂત સફેદ તલની ખેતીમાં ચાર પ્રકારનું પાણી નાખે છે. ખેડૂત તેમાં દવા, લિક્વિડ સહિતનો વપરાશ પણ કરે છે. તો બીજી ખેડૂત તેમાં બે વખત ખાતર પાણી નાખે છે. તલની ખેતીમાં મજૂરી ખર્ચ પણ થાય છે. ખેડૂતને સફેદ તલની ખેતીમાં એક ટન એટલે કે 1000 કિલો ઉત્પાદન મળવાની આશા છે.

ઉલ્લેખનીય છે કે સફેદ તલમાં અનેક પોષક તત્વો રહેલા હોય છે. સફેદ તલનું સેવન બદામ સાથે કરવામાં આવે તો સાંધાના દુખાવામાં રાહત મળે છે. સફેદ તલથી દાંત પણ મજબૂત થાય છે. સફેદ તલનું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે. રાત્રે સૂતા પહેલા સફેદ તલને ખાવાથી દ્રષ્ટિ પણ સારી થાય છે.