Site icon Revoi.in

ભાવનગરઃ જિલ્લા જેલમાં મહિલા કેદીએ કર્યો આપઘાત

Social Share

અમદાવાદઃ ભાવનગરની જિલ્લા જેલમાં મહિલા કેદીએ બેરેકમાં ગળાફાંસો ખાઈને જીવન લીલા સંકેલી લેતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર સુનિતા અજય મકવાણા નામની મહિલાએ ઘરકંકાસથી કંટાળીને રાજપરા-ખોડિયાળ મંદિર પાસે આવેલા તળાવમાં પોતાના સંતાનને ડુબાળીને હત્યા કરી હતી. તેમજ તેણે પણ નદીમાં ઝંપલાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, લોકોએ મહિલાને બચાવી લીધી હતા.

આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને સંતાનની હત્યા કેસમાં મહિલાને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવી હતી. કોર્ટે મહિલાને જિલ્લા જેલમાં મોકલી આપી હતી. જેલમાં કાચા કામના કેદી તરીકે સજા બોગવતી સુનિતાએ બેરેકમાં જ સાડીનો ગાળીયો બનાવીને ગફાળાંસો ખાઈ લીધો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી. જો કે, સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.

જિલ્લા જેલમાં જ મહિલા કેદીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. મહિલાની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસે મહિલાની આત્મહત્યા અંગે તપાસ આરંભીને આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા કવાયત શરૂ કરાઈ છે.

Exit mobile version