Site icon Revoi.in

ભાવનગર એસ.ટી. ડિવિઝનને 12 નવી બસો મળી, માર્ચ સુધી વધુ 30 બસોની ફાળવણી કરાશે

Social Share

ભાવનગરઃ એસટી ડિવિઝન,ભાવનગરને નવી 12 બસો ફાળવવામાં આવી છે, અને બીજી 30 એસટી બસો આવતા મહિને એટલે કે માર્ચમાં ફાળવવામાં આવશે. એટલે એસટી  ડિવિઝનમાં 42 નવી નક્કોર એસટી બસો ઉમેરાશે. આજે ભાવનગરના એસ.ટી. બસ સ્ટેન્ડથી 12 નવી બસોને સાંસદ ભારતીબેન શિયાળે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. નવી બસોમાં 2 સ્લીપર કોચ અને 10 લક્ઝરી કોચ (પુસ બેક ની સુવિધાયુક્ત) નો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યું છે સામાન્યમાં સામાન્ય વ્યક્તિઓને સારામાં સારી સુવિધા મળે તેવો સરકારનો અભિગમ રહ્યો છે. લોકોને આવાગમનની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થઈ શકે તેમજ આરામદાયક મુસાફરી કરી શકે તે હેતુથી ભાવનગર ડિવિઝનને નવી બસોને ફાળવવામાં આવી છે.

ભાવનગર એસ.ટી. ડિવિઝનને 12 નવી બસોને નવી બસો ફાળવવામાં આવી હતી જેમાં  2 સ્લીપર કોચ અને 10 લક્ઝરી કોચ (પુશ બેકની સુવિધાયુક્ત)નો સમાવેશ થાય થે. આ નવી બસો ભાવનગર એસ. ટી. બસ સ્ટેન્ડથી અલગ અલગ રૂટ માટે દોડશે. સરકાર દ્વારા બીએસ-6 પ્રકારની નવી બસોથી ઓછું પ્રદૂષણ ફેલાશે તેમજ લોકોને સારામાં સારી સુવિધા મળશે. સાસદે નવી બસોના લોકાર્પણ કાર્યક્રમમાં મુસાફરોને  બસો સ્વચ્છ રાખવા માટે ટકોર કરી હતી. આગામી માર્ચ મહિના સુધીમાં ભાવનગર ડિવિઝનને વધુ 30 બસોની ફાળવણી કરવામાં આવશે. આમ, ભાવનગર ડિવિઝનને કુલ 42 નવી બસોની ફાળવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મેયર કીર્તિબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયર કૃણાલ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુ ધામેલીયા, ભાવનગર એસ. ટી.ના વિભાગીય નિયામક સુરેન્દ્રસિંહ માત્રોજા સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.