Site icon Revoi.in

ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’એ ફટકારી સદી,કાર્તિકની પ્રથમ સપ્તાહની કમાણીનો નવો રેકોર્ડ 

Social Share

મુંબઈ:કાર્તિક આર્યન, તબ્બુ અને કિયારા અડવાણી સ્ટારર ‘ભૂલ ભુલૈયા 2’ એ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ કલેક્શનમાં સદી ફટકારી છે.દેશી અને વિદેશી કમાણીને જોડીને ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’નું કલેક્શન 100 કરોડના જાદુઈ આંકડાને પાર કરી ગયું છે. તે જ સમયે, ઘરેલુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ પ્રથમ સપ્તાહમાં કાર્તિક આર્યનની કારકિર્દીની સૌથી વધુ કમાણી કરનાર પ્રથમ ફિલ્મ બની ગઈ છે.ફિલ્મે ગુરુવારે પણ સારો બિઝનેસ કર્યો છે.ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ના નિર્માતાઓને આશા છે કે,ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’નું બીજું સપ્તાહ પણ સારું જશે.

ગુરુવારના પ્રારંભિક આંકડાઓ અનુસાર, ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ એ સ્થાનિક બોક્સ ઓફિસ પર લગભગ 7.57 કરોડ રૂપિયાની કમાણી કરી છે.આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર 92.35 કરોડ રૂપિયાની કમાણી પણ કરી હતી.ફિલ્મે રિલીઝના પહેલા દિવસે એટલે કે,શુક્રવારે 14.11 કરોડ રૂપિયા, શનિવારે 18.34 કરોડ રૂપિયા, રવિવારે 23.51 કરોડ રૂપિયા, સોમવારે રૂપિયા 10.75 કરોડ, મંગળવારે રૂપિયા 9.56 કરોડ, બુધવારે રૂપિયા 8.51 કરોડ અને ગુરુવારે રૂપિયા 7.57 કરોડની કમાણી બોક્સ ઓફિસ પર કરી છે.

ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’નું પ્રથમ સપ્તાહનું 92.35 કરોડનું કલેક્શન આ વર્ષે હિન્દી સિનેમાનું સર્વશ્રેષ્ઠ કલેક્શન રહ્યું છે.દેશમાં લગભગ 3200 સ્ક્રીનમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ વિદેશમાં પણ લગભગ 625 સ્ક્રીનમાં રિલીઝ થઈ છે.પ્રથમ સપ્તાહમાં ફિલ્મની વિદેશમાં કમાણી 15 કરોડ રૂપિયાની આસપાસ રહી છે.આ રીતે જોઈએ તો ફિલ્મની વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસની કમાણી પહેલા સપ્તાહમાં 107.35 કરોડ રૂપિયાની આસપાસ રહી છે.