Site icon Revoi.in

ભૂજની મહિલાએ પોતાના ટેલેન્ટથી પુત્રીની ચોકલેટની પ્રતિમા બનાવીને 47 દેશોના હજારો સ્પર્ધકોમાં પ્રથમ સ્થાન મેળવ્યું

Social Share

દિલ્હી – સમગ્ર દેશમાં કોરોના મહામારીમાં અનેક પ્રકારની ઓનલાઈન સ્પર્ધાઓ યોજાઈ રહી છે, અનેક લોકો ઘરે રહીને પણ ઓનલાઈન સ્પર્ધાઓનો હીસ્સો બની રહ્યા છે,શિક્ષણથી લઈને ક્રાફ્ટ હોય કે કલાકારી દરેક ક્ષેત્રમાં લોકો રસ દાખવતા થયા છે અને પોતાના શોખને પુરા કરતા જોવા મળે છે.

ગુજરાતના ભૂજની મહિલાએ ચોકલેટ આર્ટની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, પહેલા કચ્છના હરસિદ્ધીબાએ ગણપતિની મૂર્તિ બનાવી હતી અને ત્યાર બાદ દેશના પીએમની પણ પ્રતિમાં બનાવી હતી.

ચોકલેટ આર્ટીસ્ટ તરીકે જાણીતા અને ફ્લોરિડા સ્થિત પોલ જોઅકીમ અને મુંબઈ સ્થિત રિંતુ રાઠોડ દ્વારા લોકડાઉન વખતે કુલ 47 દેશનો 2 હજાર 400 સ્પર્ધકોની ઓનલાઇન સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમા ભૂજના રહેવાસી હરસિદ્ધીબા રાણાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ.

હજારો સ્પર્ધકો વચ્ચે કચ્છની મહિલાની હવે પ્રથમ પસંદગી થઈ છે. આ સ્પર્ધાના ઈનામ તરીકે ફ્લોરીડા સ્થિત ચોકોલેટ આર્ટિસ્ટના ફ્રી સેશન ભેટ રુપે આપવામાં આવ્યા હતા. પોલ જોઅકીમ કે જે પોતાનાન એક સેશનના ૨ લાખ રૂપિયા ચાર્જ વસુલે છે.

આ સેશનમા પોલ દ્વારા ચોકલેટમાંથી પ્રતિમાં બનાવતા શીખવાડવામાં આવે છે, ત્યારે આ સેશનમાં હરસિદ્ધીબાએ પોતાની 5 વર્ષિય દીકરીની આબેહુબ ચોકલેટની પ્રતિમાં બનાવી છે,અને ત્યા હાજર તથા સમગ્ર વિશ્વના લોકોને આશ્ચર્યમા મૂકી દીધા હતા. જો કે આ પ્રતિમાં જોઈને સેશન ચલાવનાર પોલ જોઅકીમ પોતે જોતા રહી ગયા હતા. કારણ કે આ સેશન ઓનલાીન રાખવામાં આવ્યું હતું અને ઓનલાઈન શીખીને કોઈ આટલી સરસ પ્રતિમાં બનાવે તે ખરેખર નવાઈની વાત હતી,એક જ અઠવાડિયામાં હરસિદ્ધીબાએ પીએમ મોદીની ચોકલેટની પ્રતિમા બનાવી હતી. આ ગુજરાતની યૂવતી દેશભરમાં જાણીતી બની હતી.

સાહિન-