1. Home
  2. Tag "bhuj"

કચ્છના જળાશયોના તળિયા દેખાયા, ભૂજમાં પાણીની સમસ્યા, અનેક વિસ્તારોમાં ટેન્કરરાજ

ભૂજઃ કચ્છમાં તાપમાનમાં વધારો થતાં જ જિલ્લાના જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. જો કે નર્મદાના નીરને લીધે રાહત પણ છે. પરંતુ બધા વિસ્તારોને પહોંચી વળવું મુશ્કેલ છે. સ્થાનિક લોકોની સાથે પશુધન અને ખેડૂતો માટે પણ પાણીની અછતની સમસ્યા ઊભી થઈ છે. ભુજ શહેરમાં  છેલ્લા 10 – 11 દિવસથી અનેક વિસ્તારોમાં પાણી પહોંચ્યું નથી. ત્યારે લોકો […]

જીવન ઉતાર-ચડાવનું નામ છે, સુખ-દુઃખ, ભોગ- ત્યાગ, પ્રવૃત્તિ- નિવૃત્તિ, એકબીજા સાથે જોડાયેલી છેઃ રાજ્યપાલ

ભૂજઃ સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારની સંગીત નાટક અકાદમી, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના સંયુક્ત ઉપક્રમે તા. 9 થી 11 માર્ચ દરમિયાન ભુજના સ્મૃતિવન મેમોરિયલ ખાતે યોજાયેલા લોકકલાના મહોત્સવ ‘દેશજ’નો ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ શુભારંભ કરાવ્યો હતો. ‘દેશજ’ મહોત્સવના શુભારંભ પૂર્વે રાજ્યપાલએ સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત લીધી હતી. ‘દેશજ’નો શુભારંભ કરાવતાં રાજ્યપાલએ જણાવ્યું […]

ભુજના અનમ બજારમાં એક કોમ્પલેક્સમાં આગ લાગતાં પાચ દૂકાનો બળીને ભસ્મ

ભુજઃ  શહેરના પોશ વિસ્તારમાં ગણાતા અનમ બજારના એક કોમ્પ્લેક્સમાં રાતના સમયે કોઈ કારણસર એકાએક આગ ફાટી નિકળતા પાંચ જેટલી દુકાનો અને લાખો રૂપિયાનો માલ-સામાન બળીને ભસ્મ થઈ ગયો હતો. આગને કાબુમાં લેવા ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. અને પાણીના સતત મારા બાદ પાંચ કલાકને અંતે આગ પર કાબુ મેળવી શકાયો હતો. એક સાથે પાંચ […]

ભૂજમાં નવ નિર્મિત ST બસપોર્ટ, તથા 18 વિકાસ કાર્યોનું E- લોકાર્પણ, ખાતમૂહુર્ત CMના હસ્તે કરાયું

ભૂજઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 29.21 કરોડના ખર્ચે પીપીપી ધોરણે નવનિર્મિત આઇકોનિક ભુજ બસપોર્ટનું લોકાર્પણ કરીને નાગરિકોને ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાના વિવિધ 18 વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. ભુજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છીમાડુઓને રૂ. 266 કરોડથી વધારેના કુલ 18 વિકાસકાર્યોની ભેટ આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ધદ્રષ્ટિ અને મક્કમ નેતૃત્વના […]

ભૂજમાં RSSની રવિવારથી ત્રિદિવસીય બેઠક મળશે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સંબધિત ચર્ચા કરાશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રતિવર્ષ આયોજિત થતી અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક આ વર્ષે ગુજરાતના ભુજ – કચ્છમાં આગામી તા.5, 6 અને 7મી નવેમ્બર 2023ના રોજ યોજાશે,  આ બેઠકમાં સંઘની રચના મુજબ રચાયેલા કુલ 45 પ્રાંતમાંથી પ્રાંત સંઘચાલક, કાર્યવાહ, પ્રાંત પ્રચારક, સહ-સંઘચાલક, સહકાર્યવાહ અને સહ-પ્રાંત પ્રચારક ભાગ લેશે. આ બેઠકમાં વિશેષરૂપે સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત, […]

RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક 5મી નવેમ્બરથી ભુજ ખાતે યોજાશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યપ્રણાલી અનુસાર પ્રતિવર્ષ દિવાળી પર્વે અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક દેશના કોઈ એક સ્થાન પર યોજાતી હોય છે. જેના ભાગરૂપે આ બેઠક ગુજરાતના ભુજ ખાતે તા. 5થી 7મી નવેમ્બર સુધી યોજાશે. આ બેઠકમાં સંઘના કાર્યવિસ્તાર સહિતની બાબતો પર ચિંતન થશે. સંરસંઘચાલક ડો.મોહનજી ભાગવતજીનું તા. 31મી ઓક્ટોબરના રોજ ટ્રેન મારફતે ભુજમાં આગમન […]

ભુજમાં જ્યુબિલી સર્કલ સહિતના વિસ્તારોમાં આડેધડ પાર્કિંગને લીધે ટ્રાફિકની સર્જાતી સમસ્યા

ભુજઃ કચ્છના મુખ્ય મથક ગણાતા ભૂજ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી વસતીમાં વધારો થવાની સાથે જ વાહનોની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. તેના લીધે ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. શહેરના વાણિયાવાડ, છઠ્ઠી બારી, અનમ રિંગરોડ અને જ્યુબિલી સર્કલ સહિતના વિસ્તારોમાં આ સમસ્યા વિશેષ રૂપે દેખાઈ રહી છે. ખાસ કરીને જ્યુબિલી સર્કલ ખાતે વહેલી સવારથી […]

ભુજ નજીક નેશનલ હાઈવે પરનો રુદ્રમાતા બ્રિજને મરામત માટે કરાયો બંધ,વાહનોની લાગી કતારો

ભુજ:  કચ્છ જિલ્લાના મુખ્ય શહેર ભુજને જોડતો વર્ષો જુના રૂદ્રમાતા પુલ જર્જરિત બનતા જેના સમારકામની માગણી ઉઠતા હાઈવે ઓથોરિટી દ્વારા વિધિવત જાહેરનામું બહાર પાડી પુલ બંધ કરવામાં આવ્યો છે. જેને લીધે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. જેમાં ભુજના નાગોર અને નખત્રાણા થઇને ભારે વાહનો માટે વૈકલ્પીક રૂટ જાહેર કરાયો છે. પરંતુ ટ્રક ચાલકને લાંબો ફેરો […]

બિપરજોય વાવાઝોડું:નારાયણ સરોવર-કોટેશ્વર મંદિર કાલથી 15 તારીખ સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે

કચ્છ :હાલમા અરબ સાગરમાં ચક્રવાતી બિપરજોય વાવાઝોડું ઉદભવેલ છે. જે આગામી સમય દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શકયતા છે. જેના લીધે કચ્છ જિલ્લાના દરિયા કાંઠા વિસ્તાર સાથે કચ્છ જિલ્લા સમગ્ર વિસ્તારમાં ખૂબ ઝડપી અને ભારે વરસાદ સાથે પવન કૂંકાવાની તથા ઉંચા દરિયાઇ મોંજાઓ ઉછળવાની પ્રબળ શકયતા હોઇ, આ સમય કચ્છ જિલ્લાના દરિયા કિનારાના […]

ખાદી સાથે સંકળાયેલા કામદારોને હવે સૂતરની એક આંટીના રૂ. 10 વેતન મળશે

અમદાવાદઃ કચ્છમાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની KVICની 694મી બેઠક દરમિયાન, આવક વધારવા માટે વેતન રૂ.7.50 પ્રતિ હેંક (સૂતરની આંટી)થી વધારીને રૂ.10 કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, જેનાથી કારીગરોની માસિક આવકમાં આશરે 33% અને વણકરોના વેતનમાં 10%નો વધારો થશે. આ નિર્ણય 1 એપ્રિલ 2023થી લાગુ થશે. KVICના અધ્યક્ષ મનોજ કુમારે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2021-2022માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code