Site icon Revoi.in

રાષ્ટ્રપતિ બન્યા પહેલા જો બાઇડેનની મોટી જાહેરાત,દરેક અમેરિકનને આટલા રૂપિયા મળશે

Social Share

દિલ્લી: થોડા જ દિવસોમાં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ મળી જશે. 20 જાન્યુઆરીએ જો બાઇડેન 46 માં રાષ્ટ્રપતિ પદના શપથ લેશે.જો કે પદ સંભાળ્યા પહેલા જ તેમણે કોરોના સામે જજુમી રહેલા અમેરિકા માટે મદદ માટેનું એલાન કર્યું છે.

બાઇડેને દેશ માટે 1.9 ટ્રિલિયન ડોલર (આશરે 139 લાખ કરોડ) ના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ અંતર્ગત દરેક અમેરિકનને 1400 ડોલર ( આશરે એક લાખ ભારતીય રૂપિયા) ની સીધી મદદ કરવામાં આવશે. મહામારીને કારણે કથળેલી આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાના હેતુથી આ પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

આ રાહત પેકેજને મંજૂરી માટે કોંગ્રેસને મોકલવામાં આવશે. અને પસાર થયા બાદ દરેક અમેરિકન નાગરિકને 1400 ડોલર એટલે કે લગભગ 1 લાખ રૂપિયા મળશે. આ પેકેજને અમેરિકન રેસ્ક્યુ પ્લાન નામ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત બાઇડેને અનેક જાહેરાતો કરી છે. આ અંતર્ગત સરેરાશ અમેરિકન નાગરિક માટે સીધા જ રોકડ લાભની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ બિઝનેસ માટે લિક્વિડિટી અને કોરોના વેક્સીન પ્રોગ્રામને લઈને વિશેષ ભંડોળની જાહેરાત કરવામાં આવી છે.

આ ‘અમેરિકન રેસ્ક્યુ યોજના’માં 20 અબજ ડોલર નેશનલ વેક્સીનેશન પ્રોગ્રામ અને 50 અરબ ડોલર કોરોના વાયરસ ટેસ્ટીંગ પર ખર્ચ કરવામાં આવશે.

આ ઘોષણામાં ઓવરટાઇમ માટે ફેડરલ લઘુત્તમ વેતન પણ વધારવામાં આવ્યું છે. અને હવે તે પ્રતિ કલાક 15 ડોલર થશે. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ 900 અબજ ડોલરના રાહત પેકેજ પર હસ્તાક્ષર કર્યા હતા.

-દેવાંશી