1. Home
  2. ગુજરાતી
  3. રાષ્ટ્રપતિ બન્યા પહેલા જો બાઇડેનની મોટી જાહેરાત,દરેક અમેરિકનને આટલા રૂપિયા મળશે
રાષ્ટ્રપતિ બન્યા પહેલા જો બાઇડેનની મોટી જાહેરાત,દરેક અમેરિકનને આટલા રૂપિયા મળશે

રાષ્ટ્રપતિ બન્યા પહેલા જો બાઇડેનની મોટી જાહેરાત,દરેક અમેરિકનને આટલા રૂપિયા મળશે

0
Social Share
  • શપથ ગ્રહણ પહેલા જો બાઇડેનની જાહેરાત
  • દરેક અમેરિકનને મળશે એક લાખ રૂપિયા
  • કોરોના સામે જજુમી રહેલા અમેરિકન માટે મદદ

દિલ્લી: થોડા જ દિવસોમાં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ મળી જશે. 20 જાન્યુઆરીએ જો બાઇડેન 46 માં રાષ્ટ્રપતિ પદના શપથ લેશે.જો કે પદ સંભાળ્યા પહેલા જ તેમણે કોરોના સામે જજુમી રહેલા અમેરિકા માટે મદદ માટેનું એલાન કર્યું છે.

બાઇડેને દેશ માટે 1.9 ટ્રિલિયન ડોલર (આશરે 139 લાખ કરોડ) ના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ અંતર્ગત દરેક અમેરિકનને 1400 ડોલર ( આશરે એક લાખ ભારતીય રૂપિયા) ની સીધી મદદ કરવામાં આવશે. મહામારીને કારણે કથળેલી આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાના હેતુથી આ પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

આ રાહત પેકેજને મંજૂરી માટે કોંગ્રેસને મોકલવામાં આવશે. અને પસાર થયા બાદ દરેક અમેરિકન નાગરિકને 1400 ડોલર એટલે કે લગભગ 1 લાખ રૂપિયા મળશે. આ પેકેજને અમેરિકન રેસ્ક્યુ પ્લાન નામ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત બાઇડેને અનેક જાહેરાતો કરી છે. આ અંતર્ગત સરેરાશ અમેરિકન નાગરિક માટે સીધા જ રોકડ લાભની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ બિઝનેસ માટે લિક્વિડિટી અને કોરોના વેક્સીન પ્રોગ્રામને લઈને વિશેષ ભંડોળની જાહેરાત કરવામાં આવી છે.

આ ‘અમેરિકન રેસ્ક્યુ યોજના’માં 20 અબજ ડોલર નેશનલ વેક્સીનેશન પ્રોગ્રામ અને 50 અરબ ડોલર કોરોના વાયરસ ટેસ્ટીંગ પર ખર્ચ કરવામાં આવશે.

આ ઘોષણામાં ઓવરટાઇમ માટે ફેડરલ લઘુત્તમ વેતન પણ વધારવામાં આવ્યું છે. અને હવે તે પ્રતિ કલાક 15 ડોલર થશે. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ 900 અબજ ડોલરના રાહત પેકેજ પર હસ્તાક્ષર કર્યા હતા.

-દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code