Homeગુજરાતીદેશ-વિદેશબ્રહ્મોસ મિસાઈલનો દબદબો: ઓપરેશન સિંદૂર બાદ વૈશ્વિક બજારમાં માંગ વધી

બ્રહ્મોસ મિસાઈલનો દબદબો: ઓપરેશન સિંદૂર બાદ વૈશ્વિક બજારમાં માંગ વધી

નવી દિલ્હી, 22 ઓક્ટોબર 2026: બ્રહ્મોસ હવે માત્ર એક મિસાઈલ નથી રહી, પરંતુ તે આત્મનિર્ભર અને આત્મવિશ્વાસથી ભરેલા નવા ભારતની અદભુત તાકાત, સચોટ નિશાન તાકવાની ક્ષમતા અને ગર્વનું પ્રતીક બની ચૂકી છે. ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન વાસ્તવિક યુદ્ધમાં આ અત્યાધુનિક હથિયાર પ્રણાલીનો પહેલીવાર સફળ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાનના નૂર ખાન જેવા પ્રમુખ એરબેઝ સહિત અનેક મહત્વપૂર્ણ શત્રુ ઠેકાણાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા.

બ્રહ્મોસ એરોસ્પેસના મુખ્ય કાર્યકારી અધિકારી અને પ્રબંધ નિર્દેશક ડો. જયતીર્થ જોશીના જણાવ્યા અનુસાર, દુનિયા હંમેશાં બ્રહ્મોસને આશ્ચર્ય સાથે જોતી રહી છે. ઓપરેશન સિંદૂર બાદ આ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલે સાબિત કરી દીધું છે કે તે આજના અત્યંત જટિલ અને તીવ્ર યુદ્ધ માટે વિકસાવવામાં આવેલી સૌથી શક્તિશાળી પ્રણાલી છે. તે દુશ્મનના અડ્ડાઓને અત્યંત સચોટતાથી નષ્ટ કરવાની સાથે પોતાની ઉપસ્થિતિ છુપાવવા, ઝડપથી આગળ વધવા અને ચપળતા જાળવી રાખવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. ભારતની સંરક્ષણ નિકાસ વધીને 38400 કરોડ રૂપિયા સુધી પહોંચી છે, જેમાં વાર્ષિક 62.7 ટકાનો મોટો વધારો નોંધાયો છે.

નિકાસના ક્ષેત્રમાં બ્રહ્મોસની સફળતાની કહાની 2025માં યુદ્ધમાં તેના ઉપયોગ પહેલાં જ શરૂ થઈ ચૂકી હતી. વર્ષ 2022 માં કંપનીને પહેલો ઐતિહાસિક નિકાસ ઓર્ડર મળ્યો હતો. ફિલિપાઈન્સ સાથેના પ્રથમ નિકાસ સોદા બાદ, આ વર્ષે દક્ષિણ-પૂર્વ એશિયાના વધુ બે દેશો સાથે પણ મહત્વપૂર્ણ કરારો કરવામાં આવ્યા છે. હવે ફિલિપાઈન્સ, ઇન્ડોનેશિયા અને વિયેતનામને ઓર્ડર અને આપૂર્તિ સાથે બ્રહ્મોસનું કુલ નિકાસ 600 મિલિયન ડોલર (7 કરોડ ડૉલરથી વધુ) થી પણ વધુ થવાની અપેક્ષા છે.

  • ઉત્પાદન ક્ષમતા વધારવા માટે મજબૂત સપ્લાય ચેઇન

વધતી માંગને પહોંચી વળવા અને જરૂર પડ્યે ઉત્પાદન ક્ષમતા ઝડપથી વધારવા માટે બ્રહ્મોસ પોતાની સપ્લાય ચેઇનને વધુ મજબૂત બનાવી રહી છે. હૈદરાબાદ, નાગપુર, પિલાની અને સૌથી નવી લખનૌ યુનિટ સહિતની તમામ ઉત્પાદન એકમો આ દિશામાં પૂરતી ગતિથી કાર્ય કરી રહી છે. અગાઉ દરેક સિસ્ટમ માટે એક કે બે જ ઔદ્યોગિક ભાગીદારો હતા, પરંતુ હવે કંપની ગુણવત્તા અને કિંમતના મામલે સ્પર્ધા વધારવા માટે આવા 45 સ્ત્રોતો વિકસાવી રહી છે. આ ઉપરાંત, આગામી પેઢીના બ્રહ્મોસના વિકાસ માટે ‘ટેક-બ્રિક્સ’સ્થાપિત કરીને સંશોધન અને વિકાસ કાર્યમાં પણ વેગ લાવવામાં આવી રહ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular