Homeગુજરાતીખોરાકઉપવાસમાં કંઈક નવું ટ્રાય કરો! સાબુદાણા ચિયા પુડિંગની સરળ રેસિપી

ઉપવાસમાં કંઈક નવું ટ્રાય કરો! સાબુદાણા ચિયા પુડિંગની સરળ રેસિપી

રેસિપી, 17 ઓક્ટોબર 2026: નવરાત્રી શરૂ છે આજે માતાજીનું પાંચમું નોરતું છે, આ દિવસોમાં ઘણા ભક્તો ઉપવાસ પણ રાખે છે, ઉપવાસ-વ્રતમાં જ્યારે શરીરને ઠંડક, તાકાત અને નવો સ્વાદ આપવો હોય ત્યારે સાબુદાણા ચિયા પુડિંગ એ અત્યંત પૌષ્ટિક અને ચટાકેદાર બેસ્ટ છે. પલાળેલા સાબુદાણા અને ફાઇબરથી ભરપૂર ચિયા સીડ્સને ક્રીમી દહીં, શેકેલી મગફળીના ક્રંચ અને દાડમના દાણા સાથે મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે.

એમાં જીરું, કાજુ, મરચાં અને મીઠા લીમડાનો ખાસ વઘાર આ વાનગીને દેશી અને ગોર્મેટ સ્વાદ આપે છે. ઉપવાસ દરમિયાન આખો દિવસ એનર્જેટિક રહેવા માટે આ એક પર્ફેક્ટ હેલ્ધી રેસીપી છે.

સાબુદાણા ચિયા પુડિંગ રેસીપી

સામગ્રી

1/2 કપ સાબુદાણા

1 ચમચી ચિયા બીજ

1 કપ દહીં

1/4 કપ પાણી

1 ચમચી આદુ

બારીક સમારેલું મીઠું

સ્વાદ મુજબ 1/2 ચમચી ખાંડ

મરી, સ્વાદ મુજબ

1/4 કપ શેકેલી મગફળી, વાટેલું

1/4 કપ દાડમ

2 ચમચી બારીક સમારેલું કોથમીર

વઘાર માટે સામગ્રી

1 ચમચી તેલ

1 ચમચી જીરું

4-5 અડધા કાપેલા કાજુ

1-2 સમારેલા લીલા મરચાં

2 મીઠો લીમડો

સાબુદાણા ચિયા પુડિંગ બનાવવાની રીત

સાબુદાણાને પાણીથી ધોઈને 3 કલાક પલાળી રાખો જેથી તે પોચા થઈ જાય. ચિયા સીડ્સને પાણીમાં 20 મિનિટ પલાળી રાખો જેથી તે જેલ જેવા ફૂલી જાય.

એક બાઉલમાં તાજું દહીં લો અને તેને વિસ્કરથી સ્મૂધ ફેંટી લો. હવે તેમાં પલાળેલા સાબુદાણા, પલાળેલા ચિયા સીડ્સ, છીણેલું આદુ, સ્વાદ મુજબ સિંધવ મીઠું, સુગર અને સ્વાદ મુજબ કાળા મરી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો.

તૈયાર દહીંના મિશ્રણમાં શેકેલી વાટેલી મગફળી, તાજા દાડમના દાણા અને બારીક સમારેલી કોથમીર ઉમેરીને હળવા હાથે એકરસ કરી લો.

ઉપવાસમાં બનાવો ફરાળી કાચા કેળાના પરાઠા, આ રહી સરળ રેસીપી

એક નાની વઘારિયામાં તેલ ગરમ કરો. તેમાં જીરું ઉમેરી તતડવા દો. હવે તેમાં 5 અડધા કાપેલા કાજુ ઉમેરી ગોલ્ડન સાંતળો. ત્યારબાદ 2 સમારેલા લીલા મરચાં અને ૨ મીઠા લીમડાના પાન ઉમેરી ગેસ બંધ કરી દો.

આ ગરમાગરમ વઘારને તૈયાર સાબુદાણા-ચિયા દહીંના મિશ્રણ પર ઉમેરો. બરાબર હલાવીને ઠંડુ-ઠંડુ સર્વ કરો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular