Homeગુજરાતીગુજરાતશાળાઓમાં બાળકોને અપાતા મધ્યાહન ભોજન માટે બજેટ વધારવા સીએમને રજુઆત

શાળાઓમાં બાળકોને અપાતા મધ્યાહન ભોજન માટે બજેટ વધારવા સીએમને રજુઆત

અમદાવાદ, 22 ઓક્ટોબર, 2026 : Proposal to CM to increase budget for mid-day meals  ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનામાં બાળકદીઠ ભોજન-નાસ્તા માટે સરકારે તાજેતરમાં જ રૂપિયા 5.10થી વધારીને રૂપિયા 8.50 કરાયા છે. પણ મોંધવારીના આજના સમયમાં આ નજીવી રકમ પરવડતી નથી. આથી બાળકદીઠ રૂપિયા રૂ.10 આપવાની માંગ ઊઠી છે. પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘે આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

ગુજરાત સરકારે તાજેતરમાં જ આંગણવાડીનાં બાળકોના નાસ્તા અને ભોજન માટે બાળકદીઠ રૂ.5.10થી વધારી રૂ.8.50 કરી છે. ત્યારે સરકારી શાળાઓમાં ધો.1થી 8માં ભણતાં 6થી 14 વર્ષનાં વિદ્યાર્થીઓના અલ્પાહાર માટેની રકમ પણ રૂ.5થી વધારી રૂ.10 કરવા માંગ ઊઠી છે. પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ એવી રજુઆત કરવામાં આવી છે કે,   શાળાના વિદ્યાર્થીઓ રોજ 6 કલાકથી વધુ સમય શાળામાં વિતાવે છે. આ ઉંમરે બાળકોના શારીરિક-માનસિક વિકાસ માટે યોગ્ય પોષણ જરૂરી છે. હાલ એક વિદ્યાર્થીના અલ્પાહાર માટે માત્ર રૂ.5ની જોગવાઈ હોવાથી મોંઘવારીના સમયમાં મગચાટ, પૌંઆ કે ઉપમાનો નાસ્તો પૂરતા પ્રમાણમાં આપવો મુશ્કેલ બને છે.

આંગણવાડીનાં બાળકોના નાસ્તા-ભોજનના દરમાં વધારો કરાયો છે, ત્યારે શાળાના વિદ્યાર્થીઓના અલ્પાહારના દરમાં પણ વધારો કરવા અંગે રજૂઆત કરી છે. વિદ્યાર્થીઓને પોષણક્ષમ નાસ્તો મળી રહે અને કુપોષણમુક્ત શાળાની દિશામાં કામગીરી અસરકારક બને તે માટે વિદ્યાર્થીદીઠ રૂ.10નો દર નક્કી કરવો જરૂરી છે. આ માટે જરૂરી નાણાની જોગવાઈ આગામી બજેટમાં જ કરવામાં આવે તેવી પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ દ્વારા આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular