અમદાવાદ, 22 ઓક્ટોબર, 2026 : Senior citizen loses Rs 9.77 lakh from bank while opening APK link સાબર માફિયાઓ મોબાઈલ ફોનના વોટ્સએપ પર એપીકે ફાઈલની લિન્ક મોકલીને લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે. મોબઈલ ફોન પર આવેલી અજાણી લિન્ક ડાઉનલોડ ન કરવી જોઈએ. મોબાઈલફોન પર લિન્ક ખોલતા જ મોબાઈલ ફોનના એક્સેસ સાયબર માફિયાના હાથમાં જતા રહે છે, અને મોબાઈલ સાથે જોડાયેલા બેન્ક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર થઈ જાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના એક સિનિયર સિટિઝન સાથે બન્યો છે. દિવાળીમાં ફરવા જવા માટે હોટલનો ગુગલ પરથી કસ્ટમર કેરનો સંપર્ક કર્યો હતો. જેમાં સાયબર માફિયાએ લિન્ક મોકલી હતી, લિન્ક ખોલતા જ સિનિયર સિટિઝનના બેન્ક ખાતામાંથી રૂપિયા9.77 લાખ ઉપડી ગયા હતા.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા 75 વર્ષીય સિનિયર સિટિઝને દિવાળી વેકેશનમાં ફરવા નાગપુર જવા ઓનલાઇન AIRBNB નામની એપ્લિકેશનના માધ્યમથી રૂમ બુક કર્યો હતો. એપ્લિકેશનમાં પાનકાર્ડ અપલોડ થતું નહોતું જેથી વૃદ્ધે ઓનલાઇન કસ્ટમર કેરનો સંપર્ક કર્યો હતો. કસ્ટમર કેરમાંથી સાયબર માફિયાએ સિનિયર સિટિઝનને APK ફાઇલ મોકલી હતી જે ડાઉનલોડ કરી સિનિયર સિટિઝને પાનકાર્ડ અપલોડ કરી દીધું હતું. બાદમાં બીજા દિવસે પણ સિનિયર સિટિઝનના મોબાઈલ પર એક APK ફાઇલ આવી હતી જે ડાઉનલોડ કરી હતી ત્યારબાદ સિનિયર સિટિઝને તે ફાઇલ ડિલીટ કરી હતી છતાં પૈસા કપાવવાનો મેસેજ આવ્યો હતો.સિનિયર સિટિઝને બેંકમાં જઈને તપાસ કરતા તેમના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા 9.77 લાખ ઉપડી ગયા હતા. જે અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા સાયબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


