રેસીપી, 23 ઓક્ટોબર 2026: રાજકોટ શહેર તેની વિવિધ ખાણીપીણી માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે અને ત્યાંની ‘સીંગ ચટણી’ તો આખા ભારતમાં જાણીતી છે. આજે આપણે એ જ તીખી અને ચટાકેદાર રાજકોટની સીંગ ચટણીનો ઉપયોગ કરીને રાજકોટ ચટણી વેફર ચાટ તમે બનાવી શકો છો.
આ ચાટ ગમે ત્યારે ઝટપટ બની જતો અને મોંમાં પાણી લાવી દે તેવો સ્વાદિષ્ટ નાસ્તો છે. બાળકોથી લઈને મોટાં સૌને આ ક્રન્ચી અને ચટાકેદાર ચાટ ખૂબ પસંદ પડશે. આ રેસીપીમાં આપેલી સીંગ ચટણી તમે અગાઉથી બનાવીને સ્ટોર પણ કરી શકો છો.
રાજકોટ ચટણી વેફર ચાટ રેસીપી
સામગ્રી
5/6 લીલા મરચાં
1/4 કપ મગફળી
મીઠું સ્વાદ મુજબ
1 ચમચી હળદર પાઉડર
1 ચમચી લીંબુનો રસ
ડુંગળી
ટામેટાં
ચાટ મસાલા
કોથમીર
રાજકોટ ચટણી વેફર ચાટ બનાવવાની રીત
સૌપ્રથમ એક મિક્સર જારમાં 6 લીલા મરચાં, 1/4 કપ (શેકેલી અને ઠંડી કરેલી) મગફળી, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી હળદર પાવડર અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરો.
હવે જરૂર મુજબ 2 મોટી ચમચી પાણી ઉમેરીને બધું બરાબર પીસીને સ્મૂધ પેસ્ટ જેવી સ્પેશિયલ સીંગ ચટણી તૈયાર કરી લો.
એક સર્વિંગ પ્લેટમાં તમારી પસંદગીની કોઈ પણ પોટેટો વેફર્સ લો. દરેક વેફર પર ચમચી વડે તૈયાર કરેલી રાજકોટ ચટણી થોડી-થોડી સરખી રીતે ફેલાવો.
ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં અને ચાટ મસાલો ભભરાવો. છેલ્લે બારીક સમારેલી કોથમીરથી ગાર્નિશ કરો. તમારી ટેસ્ટી રાજકોટ ચટણી વેફર ચાટ તૈયાર છે.


