HomeDharma-ધર્મકેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ભગવાન શિવની ૮૧ ફૂટ ઊંચી પ્રતિમાના શિલાન્યાસ

કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ભગવાન શિવની ૮૧ ફૂટ ઊંચી પ્રતિમાના શિલાન્યાસ

  • માણસા ખાતે કુળદેવીશ્રી બહુચરાજી માતાજીના ચરણોમાં સપરિવાર શીશ ઝુકાવી, દર્શન આરતી કરી સર્વે નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરતા સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી

ગાંધીનગર, 17 ઑક્ટોબર, 2026 – 81-foot-tall statue of Lord Shiva – ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર જિલ્લાના રૂપાલ સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી વરદાયિની માતા મંદિર ખાતે માતાજીનાં દર્શન-પૂજન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે શ્રી શાહના વરદ હસ્તે ભગવાન શિવની ૮૧ ફૂટ ઊંચી પ્રતિમાના શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો.

Foundation stone laying for an 81-foot-tall statue of Lord Shiva by Union Minister Amitbhai Shah

ત્યારબાદ સાંજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહે ભક્તિ, શક્તિ અને આરાધનાના પર્વ શારદીય નવરાત્રિના છઠ્ઠા નોરતે માણસા ખાતે કુળદેવીશ્રી બહુચરાજી માતાજીના ચરણોમાં સપરિવાર શીશ ઝુકાવી, દર્શન આરતી કરી ગુજરાત તેમજ દેશના સર્વે નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

Foundation stone laying for an 81-foot-tall statue of Lord Shiva by Union Minister Amitbhai Shah

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular