મૈસુર, 16 ઓક્ટોબર 2026: કર્ણાટકના મૈસુર જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે એક ખાનગી સ્લીપર બસ અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થતાં 4 લોકોનાં મોત નીપજ્યાં છે અને 31 અન્ય લોકો ઘાયલ થયા છે.
બે વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મૃત્યુ
આ અકસ્માત મૈસુર જિલ્લાના પેરિયાપટનામાં સવારે લગભગ 4:30 વાગ્યે થયો હતો. બેંગલુરુથી કોઝિકોડ જઈ રહેલી એક બસ સામેથી આવી રહેલા લોરી (ટ્રક) સાથે અથડાઈ હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ટક્કર એટલી ભયાનક હતી કે બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય બે વ્યક્તિઓને હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.
ઘાયલોની હાલત ગંભીર
તેમણે જણાવ્યું કે ઘાયલ થયેલા 31 મુસાફરોમાંથી ત્રણની હાલત ગંભીર છે અને તેઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.
વધુ વાંચો: પેટ્રોલિયમ નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં ફેરફાર: પેટ્રોલ પર વધ્યો, ડીઝલ પર ઘટ્યો


