Homeગુજરાતીગુજરાતકોડિનારના પૂર્વ ધારાસભ્ય જેઠા સોલંકીની કોંગ્રેસમાં ઘર વાપસી, ભાજપ સામે કર્યા પ્રહાર

કોડિનારના પૂર્વ ધારાસભ્ય જેઠા સોલંકીની કોંગ્રેસમાં ઘર વાપસી, ભાજપ સામે કર્યા પ્રહાર

રાજકોટ, 22 ઓક્ટોબર, 2026 : Former Kodinar MLA Jetha Solanki returns home to Congress કોડીનારના પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ સોલંકીએ કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રણદીપ સુરજેવાલાએ તેમને ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ  જેઠાભાઈ સોલંકીએ ભાજપના સ્થાનિક નેતાઓ દિનુ બોઘા અને શિવા સોલંકી પર અસામાજિક તત્ત્વોને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો હતો.

કોડીનાર તાલુકાના પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ દાનાભાઈ સોલંકીએ કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ કોંગ્રેસનો ખેસ પહેરાવી જેઠાભાઈ સોલંકીનું સ્વાગત કર્યું હતું. દિનુ બોઘા સોલંકી અને શિવા સોલંકીના ત્રાસથી કોડીનારની જનતા નારાજ હોવાનો જેઠાભાઈએ આક્ષેપ કર્યો હતો.

રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ગુરૂવારે કોંગ્રેસ પક્ષની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, પ્રભારી, સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ તેમજ પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ સાંસદ સહીત સૌરાષ્ટ્ર કોંગ્રેસના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજની આ બેઠક શરૂ થતાની સાથે જ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ કોડીનારના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદીય સચિવ જેઠા દાના સોલંકીનું કોંગ્રેસનો ખેસ પહેરાવી ઘરવાપસી કરાવી હતી.

કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ જેઠાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, કોડીનારમાં અસામાજિક લોકોનું રાજ ચાલે છે. અસામાજિક લોકોના ત્રાસથી નાના માણસોના કામ થતા નથી આ નારાજગીના કારણે ભાજપ છોડી છે. ભાજપ નેતા દિનુ બોઘા સોલંકી અને શિવા સોલંકી ત્રાસથી કોડીનારની જનતા નારાજ છે માટે બધા આગેવાનોના કહેવાથી કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મને વ્યક્તિગત કોઈ હેરાન નથી કરતા પરંતુ લોકોના કામ નથી થતા લોકોને હેરાન કરવામાં આવે છે માટે વિસ્તારની જનતા અને આગેવાનોના કહેવાથી હું કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું. કોઈ કમિટમેન્ટ સાથે નહીં માત્ર વિસ્તારના લોકોની લાગણીના કારણે કોંગ્રેસમાં જોડાવવા નિર્ણય કર્યો છે.

વધુમાં કહ્યું કે, અત્યારે કોડીનારમાં બધું જ ખૂટે છે. ખેડૂતોની મુશ્કેલીઓ છે, બિયારણો અને ખાતરોમાં ભાવવધારો થાય છે. અમારા પૂર્વ વડીલોએ જે સંસ્થાઓ ઊભી કરી હતી, તે કોડીનારની જનતાને પૂછ્યા વગર આઈપીએલ (IPL) કંપનીને આપી દીધી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular