Homeગુજરાતીગુજરાતદ્વારકામાં આધુનિક ટેકનોલોજીના સમન્વયથી રૂ. 92.70 કરોડના ખર્ચે બનશે શ્રી કૃષ્ણ મ્યુઝિયમ

દ્વારકામાં આધુનિક ટેકનોલોજીના સમન્વયથી રૂ. 92.70 કરોડના ખર્ચે બનશે શ્રી કૃષ્ણ મ્યુઝિયમ

ગાંધીનગર, 22 ઓક્ટોબર, 2026 : Shri Krishna Museum to be built in Dwarka ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. આ સાંસ્કૃતિક ધરોહર માત્ર આપણા ભવ્ય ઇતિહાસનું ગૌરવ જ નથી પરંતુ ભાવિ પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત, જીવનમૂલ્યોનો આધાર અને રાષ્ટ્રના સાંસ્કૃતિક આત્મવિશ્વાસનું પ્રતીક છે. આ અમૂલ્ય વારસાને જાળવીને તેને આધુનિક અભિગમ સાથે નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરવાની દિશામાં દ્વારકામાં ‘શ્રી કૃષ્ણ સંગ્રહાલય’નું નિર્માણ થઈ રહ્યું છે.

ચાર ધામ પૈકીના એક ધામ, ભારતની પવિત્ર સપ્તપુરીમાં સ્થાન ધરાવતી નગરી અને ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા આ સંગ્રહાલયના માધ્યમથી આધ્યાત્મિકતા અને આધુનિકતાના અનોખા સમન્વયનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના નેતૃત્વમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનદર્શન, દિવ્ય લીલાઓ, માનવમૂલ્યો અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના શાશ્વત સંદેશને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી જનજન સુધી પહોંચાડવાનો આ પ્રયાસ ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને નવી પેઢી સમક્ષ જીવંત કરશે.

દ્વારકાધીશ મંદિરથી આશરે 1.6 કિલોમીટરના અંતરે કુલ રૂ. 92.70 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહેલું શ્રી કૃષ્ણ સંગ્રહાલય રાજ્ય સરકારનો મહત્ત્વાકાંક્ષી સાંસ્કૃતિક પ્રકલ્પ છે. આ પ્રકલ્પનો મુખ્ય ઉદ્દેશ ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્ર, તેમની દિવ્ય લીલાઓ, તેમના તત્ત્વજ્ઞાન અને ભગવદ્ ગીતાના જીવનોપયોગી સંદેશને એક જ સ્થળે, સુવ્યવસ્થિત અને આકર્ષક રીતે રજૂ કરવાનો છે. અહીં પરંપરાગત સંગ્રહાલયની કલ્પનાથી આગળ વધીને આધુનિક ડિજિટલ માધ્યમો દ્વારા મુલાકાતીઓને વિષય સાથે ભાવનાત્મક અને બૌદ્ધિક રીતે જોડશે.

સંગ્રહાલયમાં શ્રી કૃષ્ણના જીવનના અનુરૂપ વિવિધ નવ થીમ આધારિત ગેલેરીઓનું નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત વિશેષ લેન્ડસ્કેપ વિસ્તાર, કમળ તળાવ, લાઇટ એન્ડ સાઉન્ડ પ્રોજેક્શન શો અને એમ્ફિથિયેટર જેવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે. આ તમામ વ્યવસ્થાઓ સંગ્રહાલયને જ્ઞાન, સૌંદર્ય, આધ્યાત્મિકતા અને મનોરંજક શૈક્ષણિક અનુભવનું સંયુક્ત કેન્દ્ર બનાવવામાં સહાયક બનશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular