Homeગુજરાતીગુજરાતકચ્છના હરામી નાળા નજીક ક્રીક વિસ્તારમાં પાકિસ્તાની બોટ સાથે ઘૂસણખોર પકડાયો

કચ્છના હરામી નાળા નજીક ક્રીક વિસ્તારમાં પાકિસ્તાની બોટ સાથે ઘૂસણખોર પકડાયો

ભૂજ, 19 ઓક્ટોબર, 2026 : Infiltrator caught with Pakistani boat in creek area સરહદી ગણાતો કચ્છ જિલ્લો સંવેદનશીલ ગણાય છે. પાકિસ્તાનની સરહદ નજીક હોવાથી ડ્રગ્સની હેરાફેરી તેમજ ઘૂસણખોરી પણ થતી હોય છે. ત્યારે પોલીસ, મરીન એજન્સી, અને બીએસએફ સહિત સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક રહે છે. દરમિયાન હરામી નાળા પાસે ક્રીક વિસ્તારમાં બીએસએફની ટીમને પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ મામલે પાકિસ્તાની બોટ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

આ બનાવની વિગત એવી છે કે,  શનિવારે મોડી સાંજના સમયે BSFની ટીમ કચ્છના ક્રિક વિસ્તારમાં દરિયાઈ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી. અને પાકિસ્તાની બોટને ચારેબાજુથી ઘેરી લઈને દરિયા કાંઠે લાવવામાં આવી હતી. બોટની તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. જોકે, બોટ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અને તેની સઘન પૂછતાછ કરવામાં આવી રહી છે.

 કચ્છના દરિયાઈ વિસ્તારમાં પાકિસ્તાની બોટ મળી આવવાની ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. હાલ કચ્છના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓના જવાનો દ્વારા ચોવીસ કલાક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈપણ શંકાસ્પદ હિલચાલ અથવા ઘૂસણખોરીના પ્રયાસને સમયસર અટકાવી શકાય.

ક્રીક વિસ્તારમાં હાલ દરિયાઈ હાઈટાઈડનો સમય હોવાથી સરક્ષા જવાનોએ કાળજીપૂર્વક કામગીરી કરવી પડી રહી છે. ક્રીક સબ-સેક્ટરમાં મોબાઈલ કે વાયરલેસ નેટવર્ક ન હોવાથી પકડાલા ઘૂસણખોર અને બોટને લકી નાલા અથવા કોટેશ્વર જેટી પર લાવ્યા બાદ જ જોઈન્ટ ઇન્ટરોગેશન સેન્ટર ખાતે વધુ પૂછપરછ કરાશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular