Homeગુજરાતીદેશ-વિદેશઆંધ્રપ્રદેશમાં SUVની ટક્કરથી ગમખ્વાર અકસ્માત, 4 શ્રદ્ધાળુઓનાં મોત, 3 ઘાયલ

આંધ્રપ્રદેશમાં SUVની ટક્કરથી ગમખ્વાર અકસ્માત, 4 શ્રદ્ધાળુઓનાં મોત, 3 ઘાયલ

અમરાવતી, 22 ઓક્ટોબર 2026: આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લામાં, NH-16 પર ચા પી રહ્યા ભવાની ભક્તોના એક જૂથને એક SUV (કાર) એ ટક્કર મારી હતી. આ ઘટનામાં ચાર ભક્તોના મૃત્યુ થયા છે અને અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે.

દુર્ગા મંદિર તરફ જઈ રહ્યા હતા બધા ભક્તો

એક પોલીસ અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈ (PTI) ને આ ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું કે, વિઝિયાનગરમ જિલ્લાના ડેન્કાડા ગામના રહેવાસી એવા આ શ્રદ્ધાળુઓ વિજયવાડા સ્થિત કનક દુર્ગા મંદિર જઈ રહ્યા હતા.

સવારે લગભગ 5:40 વાગ્યે, તેમણે કટ્ટીપુડી જંકશન પાસે આવેલા રવિકિમપાડુ સેન્ટર પર પોતાની બસ ઊભી રાખી. તેઓ ચા પીવા માટે નીચે ઉતર્યા હતા, ત્યારે વિશાખાપટ્ટનમથી રાજમુંદ્રી તરફ જઈ રહેલી એક SUVએ તેમને ટક્કર મારી.

ઘટના અંગે વિગતો આપતા એક અધિકારીએ જણાવ્યું કે, આ ભક્તોએ ‘ભવાની માળા’ પહેરેલી હતી. ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતી વખતે અવસાન થયું હતું.

અધિકારીએ જણાવ્યું કે ઘાયલોમાં એક પાર્સલ વાનનો ડ્રાઈવર અને બસનો ક્લીનર સામેલ છે; બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, SUVના ડ્રાઈવરે ‘ભવાની માળા’ પણ પહેરેલી હતી અને તે વિજયવાડા તરફ જઈ રહ્યો હતો.

વધુ વાંચો: ’14 ભારતીયોને લઈ જતા જહાજ પર સાઉદી અરેબિયાનો હુમલો’, હૂતી વિદ્રોહીઓનો દાવો

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular