Site icon Revoi.in

બિગ બી એ બોલિવૂડમાં 52 વર્ષ કર્યા પૂર્ણ, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

Social Share

મુંબઈ : બોલિવુડના બાદશાહ અમિતાભ બચ્ચન પોતાની એક્ટિંગથી કરોડો દિલ પર રાજ કરી રહ્યા છે. તેનો દરેક ડાયલોગ તેના ફેંસને યાદ છે. તેણે ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ થી બોલિવુડમાં પ્રવેશ કર્યો હતો અને તેમ છતાં તે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી દરેક પાત્રમાં પોતાનું જીવ નાખી દે છે. બિગ બીએ બોલિવૂડમાં 52 વર્ષ પૂરા કર્યા છે. જે અંગે તેણે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે.

બિગ બીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેના દર વર્ષના એક શ્રેષ્ઠ પાત્રનો ફોટો લાગેલો છે. સાત હિન્દુસ્તાનીથી લઈને આ વર્ષે રિલીઝ થનારી મેડે સુધી, દરેકનો લુક અમિતાભ બચ્ચનની આ પોસ્ટમાં બતાવવામાં આવ્યો છે. આ પોસ્ટ શેર કરતી વખતે તેમણે લખ્યું કે, 52 વર્ષ…. આ સાથે આ પોસ્ટર બનાવનાર વ્યક્તિનો આભાર.

બિગ બીની આ પોસ્ટ લાખો લોકોને પસંદ આવી છે. આ સાથે તેમના ફેંસ આ પોસ્ટ પર કમેન્ટ કરી રહ્યા છે અને તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું – સર, હું તમારો મોટો ફેન છું. તો બીજા યુઝર્સએ હાર્ટ ઇમોજી પોસ્ટ કરી.

જો વર્કફ્રંટ વિશેની વાત કરીએ તો અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ ચહેરેમાં જોવા મળશે. આ ફિલ્મ એપ્રિલમાં થિયેટરમાં રીલીઝ થવાની હતી,પરંતુ કોરોનાને કારણે આ ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી.ફિલ્મનું ટ્રેલર અને ટીઝર રીલીઝ થઇ ચુક્યું છે.

અમિતાભ બચ્ચન કોરોના મહામારીમાં લોકોની મદદ કરી રહ્યા છે. તેણે હાલમાં જ મુંબઈ માટે પોલેન્ડમાં 50 ઓક્સિજન કંસટ્રેટર્સ મંગાવ્યા હતા.તેઓ આ મુશ્કેલ સમયમાં દરેકની મદદ માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે.