Site icon Revoi.in

બિગ બીએ કેબીસી સાથે જોડાયેલી માહિતી શેર કરી,અહીં જાણો શું આપી માહિતી 

Social Share

મુંબઈ:બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અવારનવાર તેમના કામ અને તેમના શો ‘KBC’ને લઈને ખૂબ ચર્ચામાં રહે છે.છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જોવામાં આવ્યું છે કે,બિગ બીના ચાહકો તેમને ફિલ્મો કરતાં ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર વધુ જોવાનું પસંદ કરે છે.આ શો અમિતાભ બચ્ચનના દિલની પણ ખૂબ નજીક છે.લોકો આ શોમાં પોતાનું નસીબ અજમાવતા જોવા મળે છે અને બિગ બી પણ તેમને પ્રોત્સાહિત કરતા જોવા મળે છે.

ચાહકો માટે આ શોમાં અમિતાભ બચ્ચનને જોવાનું બીજું કારણ છે.વાસ્તવમાં, પીઢ અભિનેતા કૌન બનેગા કરોડપતિના સેટ પર તેમના અંગત જીવન સાથે જોડાયેલી વાતો ખુલ્લેઆમ દરેક સાથે શેર કરે છે.પછી તે જયા બચ્ચન સાથે સંબંધિત હોય કે તેના બાળકો સાથે.શોમાં અભિનેતાઓ તેમના જીવનની રસપ્રદ વાતો જણાવતા જોવા મળે છે. એવામાં, સુપરહીરોએ તેના બ્લોગ દ્વારા કહ્યું કે,તે આવતા વર્ષે ફરી પાછા આવશે.

ખરેખર બિગ બીએ તેમના બ્લોગમાં જણાવ્યું કે,કેબીસીના છેલ્લા દિવસે તેમને કેવું લાગ્યું. અભિનેતાએ KBC-14નું શૂટિંગ પૂર્ણ કર્યું છે.આ KBC 14નું ટેલિકાસ્ટ ઓગસ્ટ મહિનાથી શરૂ થશે. મેગાસ્ટારે તેના બ્લોગમાં લખ્યું, શોનો છેલ્લો દિવસ અને ટે તમામ લોકોને અભિનંદન કે જેઓ કેબીસીને બનાવવા માટે આટલી મહેનત કરી રહ્યા છે,એક  વિદાય અથવા એક અલવિદા.આશા છે કે,આવતા વર્ષે ફરી પાછો આવીશ.

કૌન બનેગા કરોડપતિ 14 ઓગસ્ટ મહિનામાં શરૂ થયો હતો અને હવે આ શો ડિસેમ્બરના અંત સુધીમાં સમાપ્ત થશે.શોના છેલ્લા એપિસોડનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે.કેબીસીની શરૂઆત વર્ષ 2000થી થઈ હતી. જેને અમિતાભ બચ્ચન સતત હોસ્ટ કરી રહ્યા છે.જોકે, વર્ષ 2007માં શાહરૂખ ખાને પણ આ શોને હોસ્ટ કર્યો હતો.

 

Exit mobile version