Site icon Revoi.in

ભારત જોડા યાત્રા જમ્મુ કાશ્મીર પહોંચે તે પહેલાજ કોંગ્રેસને મોટો ફટકો – J&K કોંગ્રેસના પ્રવક્તાએ આપ્યું રાજીનામું

Social Share

દિલ્હીઃ- કોંગ્રેસ હાલ ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે થોડા જ દિવસમાં આ યાત્રા જમ્મુ કાશ્મીર પહોંચવાની છે જો કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીની આ યાત્રા ભારત જોડોના બદલે પાર્ટી તોડો પર આવી પહોંચી છે,કાણ કે કોંગ્રેસની પાર્ટીના ઘણા લોકો રાજીનામા આપી ચૂક્યા છે ત્યારે હજી ભારત જોડો યાત્પા જમ્મુ કાશ્મીર પહોંચે તે પબહેલા જ જમ્મુ કાશ્મીરની પ્રવક્તા દિપીકા પુષ્કરનાથે રાજીનામુ આપ્યું છે.

કોંગ્રેસની ભારત જોડો યાત્રા આ દિવસોમાં દેશભરમાં  ચર્ચામાં છે. દીપિકાએ પૂર્વ મંત્રી લાલ સિંહને રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો યાત્રા’માં હાજરી આપવા માટે પાર્ટી હાઈકમાન્ડના નિર્ણયને ટાંકીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. આ અઠવાડિયામાં જ આ યાત્રા જમ્મુ કાશ્નમીર આવી પહોંચવાની છે તે પહાલા જ પાર્ટીને ઝટકો પડ્યો છે.
રાજીનામુ આપવાની બાબતને લઈને પ્રવક્તા દિપીકાએ જણાવ્યું હતું કે તે વૈચારિક કારણોસર પાર્ટી છોડી રહી છે, કારણ કે સિંહ 2018 કઠુઆ બળાત્કાર કેસમાં આઠ વર્ષની બાળકીના બળાત્કારીઓનો “બેશરમ રીતે બચાવ” કરીને કાર્યવાહીને નબળી પાડવા માટે જવાબદાર હતા. બે વખત સાંસદ અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા સિંહે 2014માં કોંગ્રેસ છોડી દીધી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. તેઓ જમ્મુ અને કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીઅને ભાજપની અગાઉની ગઠબંધન સરકારમાં મંત્રી પણ હતા.
દિપીકા જમ્મુ અને કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને ભાજપની અગાઉની ગઠબંધન સરકારમાં મંત્રી પણ હતા. જાન્યુઆરી 2018 માં, સિંહે કઠુઆ બળાત્કાર કેસના આરોપીઓના સમર્થનમાં એક રેલીમાં ભાગ લેવા અંગેના હોબાળાને પગલે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને ડોગરા સ્વાભિમાન સંગઠન પાર્ટીની રચના કરી હતી.