Site icon Revoi.in

હાર્દિક પંડ્યાની ગુજરાત ટીમને મોટો ફટકો,કેન વિલિયમસન IPLમાંથી બહાર

Social Share

અમદાવાદ:IPLની શરૂઆત શુક્રવારે (31 માર્ચ) થઇ છે.જેમાં ગુજરાત ટાઇટન્સનો ભવ્ય વિજય થયો હતો.તેમણે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું હતું,ત્યારે હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સિઝનમાં હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ઘૂંટણની ઈજાને કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે.

વાસ્તવમાં, IPLની શરૂઆત શુક્રવારે (31 માર્ચ) એક ભવ્ય ઓપનિંગ સેરેમની સાથે થઈ હતી. આ પછી, સિઝનની પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું હતું. કેન વિલિયમસન આ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.

આ ઘટના મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગ દરમિયાન 13મી ઓવરમાં બની હતી. આ ઓવરમાં ઓપનર ઋતુરાજ ગાયકવાડે એરિયલ શોટ રમ્યો હતો, જેના પર વિલિયમસને કેચ લેવાનો પ્રયાસ કર્યો હતો. બાઉન્ડ્રી પર હવામાં કૂદકો મારવા છતાં વિલિયમસન કેચ તો ના લઈ શક્યો, પરંતુ ટીમ માટે અમુક રન ચોક્કસ બચાવ્યા.

પરંતુ આ દરમિયાન વિલિયમસનના ઘૂંટણમાં ઈજા થઈ હતી. તેને તરત જ મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની જગ્યાએ સાઈ સુદર્શનને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. સુદર્શન પણ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગ કરતો હતો. હવે આ ઈજાના કારણે વિલિયમસન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.