Site icon Revoi.in

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ પહેલા ભારતને મોટો ફટકો,પીવી સિંધુ ઈજાના કારણે બહાર

Social Share

મુંબઈ:વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતીય આશાઓને મોટો ઝટકો લાગ્યો છે.સ્ટાર ભારતીય શટલર પીવી સિંધુ ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ ગઈ છે.વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિંધુનો રેકોર્ડ ઘણો સારો છે.તે વર્ષ 2019માં આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી.આ સાથે સિંધુએ આ ઈવેન્ટમાં બે સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 21 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે.

સિંધુએ પોતાની બહાર નીકળવાની પુષ્ટિ કરતાં ટ્વિટ કર્યું, “જ્યારે હું CWGમાં ભારત માટે સુવર્ણ ચંદ્રક જીતવાના ઉંબરે છું, કમનસીબે મારે વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી હટી જવું પડ્યું છે. મને કોમનવેલ્થ ગેમ્સની ક્વાર્ટર ફાઈનલમાં દુખાવો થતો હતો અને ઈજા થવાનો ડર હતો, પરંતુ મારા કોચ, ફિઝિયો અને ટ્રેનરની મદદથી મેં મારાથી બને તેટલું આગળ વધવાનું નક્કી કર્યું.

સિંધુએ કહ્યું, “ફાઇનલ દરમિયાન અને પછી પીડા અસહ્ય હતી.તેથી હું હૈદરાબાદ પાછી આવી કે તરત જ મેં એમઆરઆઈ સ્કેન કરાવ્યું. ડૉક્ટરોએ મારા ડાબા પગમાં સ્ટ્રેસ ફ્રેક્ચરની પુષ્ટિ કરી અને થોડા અઠવાડિયા માટે આરામ કરવાની સલાહ આપી.હું થોડા અઠવાડિયામાં તાલીમ પર પાછી ફરી શકું છું. સમર્થન અને પ્રેમ માટે આપ સૌનો આભાર.’

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં કેનેડાની વર્લ્ડ નંબર-13 મિશેલ લીને 21-15, 21-13થી હરાવી હતી.સિંધુને કોમનવેલ્થ ગેમ્સની સિંગલ્સમાં પહેલો ગોલ્ડ મેડલ મળ્યો હતો. આ સિવાય સિંધુ કોમનવેલ્થ ગેમ્સની મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પણ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી.