Site icon Revoi.in

માર્ક ઝુકરબર્ગને મોટો ફટકો, FB પર અચાનક 2 કરોડ  ફોલોઅર્સ ઘટ્યા,કરોડોનું નુકસાન

Social Share

મેટા દ્વારા સંચાલિત ફેસબુકના કેટલાક વપરાશકર્તાઓએ અજ્ઞાત કારણોસર તેમના મોટાભાગના ‘ફોલોઅર્સ’ ગુમાવવાની ફરિયાદ કરી છે.મેટાના સ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગે 11.9 કરોડ થી વધુ ફોલોઅર્સ ગુમાવ્યા છે, જેના કારણે તેમના ફોલોઅર્સની સંખ્યા 10,000થી ઓછી થઈ ગઈ છે.

નિર્વાસિત બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને ટ્વિટ કર્યું,”ફેસબુકે એક સુનામી પેદા કરી જેને   મારા લગભગ 9 લાખ ફોલોઅર્સ ખત્મ કર્યા અને માત્ર 9,000 જ રહ્યા. મને ફેસબુક કોમેડી ગમે છે.”

જ્યારે સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે મેટાના પ્રવક્તાએ કહ્યું, “અમે જાણીએ છીએ કે કેટલાક લોકો તેમના ફેસબુક પ્રોફાઇલ્સ પર ફોલોઅર્સની સંખ્યામાં વિસંગતતા જોઈ રહ્યા છે. અમે શક્ય તેટલી વહેલી તકે વસ્તુઓ સામાન્ય કરવા માટે કામ કરી રહ્યા છીએ અને કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ.”

 

Exit mobile version