Site icon Revoi.in

રાષ્ટ્રપતિ બાઈડેનને મોટો ઝટકો,કરચોરીના કેસમાં પુત્ર હન્ટરની થઈ શકે છે ધરપકડ

FILE - Hunter Biden, the son of President Joe Biden, speaks to guests during the White House Easter Egg Roll on the South Lawn of the White House, April 18, 2022, in Washington. (AP Photo/Andrew Harnik, File)

Social Share

દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેનને ટેક્સના કેસમાં જેલમાં જવું પડી શકે છે. હન્ટર પર કરચોરી અને ગેરકાયદેસર હથિયાર રાખવાનો આરોપ છે.

ડેલાવેયર કોર્ટ સમક્ષ કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિ બાઈડેનના પુત્ર હન્ટરએ કરચોરી અને ગેરકાયદેસર બંદૂક રાખવાનો સ્વીકાર કર્યો છે.

એવા આક્ષેપો છે કે હન્ટર બાઈડેને ઈરાદાપૂર્વક આવકવેરો ચૂકવ્યો ન હતો. 2017 અને 2018માં તે સમયસર $1.5 મિલિયનથી વધુના ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં નિષ્ફળ ગયો. આ બે વર્ષમાં તેની કમાણી એક લાખ ડોલરથી વધુની બાકી છે.

ન્યાય વિભાગનું કહેવું છે કે તેના પર 12 થી 23 ઓક્ટોબર, 2018 વચ્ચે ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાનો પણ આરોપ છે. આ તે સમય હતો જ્યારે તેને ડ્રગ્સની લત લાગી હતી.

હન્ટર બાઈડેન આ મામલે ખરાબ રીતે ફસાયેલા છે. તે ગમે ત્યારે જેલમાં જઈ શકે છે. ટેક્સ ચોરીના કેસમાં તેને 12 થી 18 મહિનાની સજા થઈ શકે છે. હંટર બાઈડેન ટેક્સના આરોપો માટે દોષિત જાહેર કરવા માટે કોર્ટમાં ક્યારે હાજર થશે તે હજી સ્પષ્ટ નથી.

હન્ટર બાઈડેન લોબીસ્ટ વકીલો અને વિદેશી કંપનીઓ માટે કન્સલ્ટિંગ વર્ક કરી રહ્યા છે. તે ઈન્વેસ્ટમેન્ટ બેન્કર અને આર્ટીસ્ટ છે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના રિપબ્લિકન પાર્ટીના સાથી પક્ષો બાઈડેનના પુત્ર હન્ટરને લાભ પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા છે. ટ્રમ્પે ચીન અને યુક્રેનની સરકારોને તેમના દેશોમાં હન્ટર બાઈડેનની ગતિવિધિઓની તપાસ કરવા કહ્યું છે. આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે દેશમાં આવતા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે.