Site icon Revoi.in

કોરોનાના કેસોમાં મોટા ધટાડો , 24 કલાકમાં નોંધાયા માત્ર 4,417 કેસો, સક્રિય કેસો 54 હજારથી ઓછા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનાન કેસો દિવસેને દિવસે ઘટતા જોવા મળી રહ્યા છે તો સાથે જ કોરોનાને માત આપીને સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે જેથી સક્રિય કેસો હવે ઘણા ઓછા થઈ ચૂક્યા છે.

જો દેશમાં છેલ્લા 24  કાકલની વાત કરવામાં આવે તો કોરોનાના કેસોમાં મોટા ઘટાડો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન કુલ 4 હજાર 417 જ નવા કેસ નોંધાયા છે જે વિતેલા દિવસની સરખામણીમાં પણ ઘણા ઓછા છે કારણ કે વિતેલા દિવસે  5 હજાર 910 કેસ સામે આવ્યા હતા.

જો દેશમાં કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની વાત કરીએ તો તે આકંડો નવા નોંધાતા કેસની સરખામણીમાં બમણો જોઈ શકાય છે , છેલ્લા એક દિવસમાં, 6 હજાર 32 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને કોરોનાથી સ્વસ્થ થયા છે.

જો દેશમાં સક્રિય કેસોની વાત કરવામાં આવે તો હાલ આ કેસોની સંખ્યા 55 હજારથી ઓછી છે, હાલ દેશભરમાં સક્રિય દર્દીઓ ઘટીને 52 હજાર 336  જોવા મળે છે. સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.12 ટકાનો સમાવેશ થાય છે જ્યારે રાષ્ટ્રીય કોરોનાનો રિકવરી રેટ વધીને 98.69 ટકા થઈ ચૂક્યો છે.

જ્યારથી કોરોના શરુ થયો ત્યાર બાદ કોરોનાની વેક્સિને કોરોનાના કેસોને કાબૂમાં લેવા મહત્વનો ભાગ ભજવ્યો હતો,અત્યાર સુધીમાં દેશભરમાં કોરોના રસીના 213 કરોડ 72 લાખ 68 હજાર 615 ડોઝ આપવામાં આવ્યા છે.