Site icon Revoi.in

જીએસટીને લઈને મોટા સમાચાર,હવે વધારે ક્રેડિટ લેનારા વેપારી સાથે થઈ શકે છે પૂછપરછ

Social Share

મુંબઈ : જીએસટીની આવકને સરકાર દ્વારા સમય સમય પર જાહેર કરવામાં આવે છે, ક્યારેક તો દેશની જીએસટીની આવક જોઈને ગર્વ થાય છે, અને તેની પાછળનું કારણ એ છે કે સરકાર દ્વારા જીએસટીમાં હજુ પણ સુધારા વધારે કરવામાં આવી રહ્યા છે. દેશની આવક સ્થિર બને તે માટે આજે પણ સરકાર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે હવે તે જાણકારી આવી રહી છે કે, હાલમાં જ જીએસટી કાઉન્સિલની મિટિંગ મળી હતી.

આ મિટિંગમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરવા માટેના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સંશોધન પ્રમાણે વેપારીઓ તેમના જીએસટીઆર-2બીમાં હોય તેટલી જ રકમ માટે આઇટીસી ક્લેઇમ કરી શકશે અને જો તેના કરતાં વધારે રકમ માટે ક્લેઇમ કરે તો સાત દિવસમાં જ નોટિસ મળશે અને કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

જીએસટીના નવા કાયદાના લીધે વેપારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે નવા કાયદા પ્રમાણે માલ વેચનાર રિટર્ન ફાઇલ કરવામાં ભૂલ કરે અથવા વિલંબ કરે તો માલ ખરીદનારા વેપારીને તેનું નુકસાન થવાની પૂરી શક્યતા છે. જીએસટીના આઇટીસીના કાયદામાં સંશોધન કરી તેમાં રૂલ્સ 88ડી ઉમેરવામાં આવ્યો છે. જેના પ્રમાણે જો માલ ખરીદનારા વેપારીએ તેના જીએસટીઆર 2-બીમાં દર્શાવેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ કરતાં વધારાની ક્રેડિટ જીએસટીઆર-3બીમાં મેળવી છે તો તેને જીએસટી ડિપાર્ટમેન્ટની સિસ્ટમ પ્રમાણે આપોઆપ એક નોટિસ જનરેટ થશે અને વેપારીને ઇ-મેલ દ્વારા મોકલવામા આવશે. આ નોટિસનો જવાબ વેપારીને સાત દિવસમાં આપવો પડશે.