Site icon Revoi.in

લાલુ પ્રસાદ યાદવને મોટી રાહત,ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગના કેસમાં નિર્દોષ

Social Share

દિલ્હી:2015ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગના કેસમાં લાલુ પ્રસાદ યાદવને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું છે કે તેમની વિરુદ્ધ આવા કોઈ પુરાવા મળ્યા નથી, તેથી જ તેમને આ કેસમાં નિર્દોષ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.હાજીપુર સિવિલ કોર્ટ તરફથી લાલુ યાદવને આ મોટી રાહત આપવામાં આવી છે.

આ પહેલા વર્ષ 2009માં પણ ચૂંટણી દરમિયાન લાલુ યાદવ પર આચારસંહિતાનો ભંગ કરવાનો આરોપ લાગ્યો હતો.હકીકતમાં, ઝારખંડ વિધાનસભા ચૂંટણી-2009 દરમિયાન, લાલુ પ્રસાદ યાદવ ગઢવા વિધાનસભા ક્ષેત્રમાંથી આરજેડી ઉમેદવાર ગિરિનાથ સિંહના પ્રચારમાં હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા હતા.લાલુની સભા ગઢવાની ગોવિંદ હાઈસ્કૂલમાં થવાની હતી.

હેલિકોપ્ટરને લેન્ડ કરવા માટે ગઢવા બ્લોકના કલ્યાણપુરમાં હેલીપેડ નક્કી કરવામાં આવ્યું હતું. પ્રશાસને આ માટે પરવાનગી આપી હતી.પરંતુ હેલિકોપ્ટર નિર્ધારિત હેલીપેડ પર ઉતરવાને બદલે ગોવિંદ હાઈસ્કૂલના મેદાનમાં સભા સ્થળે ઉતર્યું હતું.જેના કારણે હોબાળો મચી ગયો હતો. તે વખતે લાલુ યાદવ પર આચારસંહિતા ભંગનો આરોપ લાગ્યો હતો.

પરંતુ બાદમાં કોર્ટે તેને 6 હજારના દંડ સાથે નિર્દોષ જાહેર કર્યા હતા.હવે 2015ના આ કેસમાં પણ લાલુ યાદવને મોટી રાહત મળી છે.પુરાવાના અભાવે છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.