Site icon Revoi.in

કોરોનામાં મોટી રાહત – છેલ્લા 24 કલાકમાં નોંધાયા 5,554 નવા કેસો, એક્ટિવ કેસો હવે 50 હજારથી પણ ઓછા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં મોટી રહાત મળી રહી છએ, હવે દૈનિક નોંધાતા કેસોની સંખ્યા 6 હજારથી ઓછી જોવા મળી છે, છેલ્લા 24 કલાકમાં 6 હજારથી ઓછા કેસ સામે આવ્યા છે તો ઘણા દિવસોથી દૈનિક કેસો 8 હજારથી ઓછા નોંધાઈ રહ્યા છે સાથે જ હવે સક્રિય કેસો સતત ઘટતા જોવા મળી રહ્યા છે.

જો છેલ્લા 24 કલાકમાં કોરોનાની વાત કરવામાં આવે તો આ દરમિયાન 5 હજાર 554 નવા કેસો સામે આવ્યા છે,આ સાથએ જ એક્ટિવ કેસો પણ સતત ઘટતા જોવા મળી રહ્યા છે.હાલ દેશમાં  સક્રિય કેસની સંખ્યા ઘટીને 48 હજાર 850 થઈ ગઈ છે. એટલું જ નહીં, રિકવરી રેટ પણ સારો નોંધાયો છે.જો કે છેલ્લા 24 કલાકમાં 18 દર્દીઓના મોત થયા છે.

અગાઉ એક દિવસ પહેલા શુક્રવારે એક જ દિવસમાં દેશમાં કોરોના સંક્રમણના 6 હજાર 93 નવા કેસ નોંધાયા હતા, આજે તેની સંખ્યા ઘટીને 5554 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા તાજેતરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા નવા દર્દીઓ કરતા વધુ જોઈ શકાય છે.

જો સાજા થનારા દર્દીઓની વાત કરવામાં આવે તો નવા દર્દીઓની સરખામણીમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા બમણી છે. આ સમાન સમયે 6 હજાર 322 દર્દીઓએ કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે. આ સાથએ જ દેશમાં દૈનિક સકારાત્મકતા દર 1.47 ટકા જોવા મળે છે.