Site icon Revoi.in

દેશમાં કોરોના કેસોમાં મોટી રહાતઃ- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 13,734 નવા કેસ, સક્રિય કેસ પણ 1 લાખ 40 હજારથી ઓછા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં ેક તરઉ મંકીપોક્સનું જોખમ વર્તાઈ રહ્યું છે તો બીજી તરફ હાલ પણ કોરોનાના છૂટાછવાયા કેસો નોંધાઈ રહ્યો છે દેશભરમાં કોરોનાના દૈનિક કેસોની સંખ્યા હવે 14 હજારની અંદર આવી ચૂકી છે જેને લઈને કહી શકાય કે કોરોનાના કેસોમાં રાહત મળી રહી છે.

જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયા કોરોનાના કુલ 13 હજાર 734 નવા કેસો સામો આવ્યા છે, આ સાથે જ 16.6 ટકાનો આ કેસોમાં ઘટાડ ોનંધાયો છે,વિતેલા દિવસ કરતા પણ કેસની સંખ્યા ઓછી છે.આ સમયગાળા દરમિયાન કોરોનાના કુલ 34 દર્દીઓના મોત થયા છે. 

જો આ સમાન સમયગાળા દરમિયાન કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓની વાત કરવામાં આવે તો  24 કલાકમાં 17 હજાર 897 લોકોએ વાયરસને માત આપીને સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા 43,383,787 પર પહોંચી ગઈ છે. 

દેશમાં કોરોનાના સક્રિય કેસોની વાત કરીએ તો હાલ દેશમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1 લાખ 39 હજાર 792 જોવા મળે  છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 26,77,405 કોરોના રસી લાગુ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 2,04,60,81,081 રસી આપવામાં આવી ચૂકી છે.ભારતે રસીકરણ મામલે ઘણી બધી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે.