Site icon Revoi.in

કોરોનાના કેસોમાં મોટી રહાત, છેલ્લા 24 કલાકમાં 3,500થી પણ ઓછા કેસ નોંધાયા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં એચાનક કોરોનાના કેસોમાં વધઆરો નોંધાયો હતો જેને લઈને અનેક રાજ્યોમાં મોકડ્રિલ યોજાઈ અનેક રાજ્યોને નિયમો ફરી શરુ કર્યા પરંતુ હવે સારી વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દેનિક કેસોનો આંકડો 4 હજારને અંદર આવી રહ્યો છએ જેને જોતા એ કહેવું રહ્યું કે કોરોનાના કેસોમાં મોટી રાહત મળી રહી છે,કોરોનાના કેસો હવે ઘટતા જઈ રહ્યા છે.

જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન દેશભરમાં કોરોનાના 3 હજાર 325 નવા કેસ નોંધાયા છે જેને જોતા કહી શકાયકે કોરોનાના કેસો ઘટ્યા છે,આ સહીત સક્રિય કેસોની જો વાત કરવામાં આવે તો તે હવે  તેની સંખ્યા 44 હજાર 175 જોવામ મળે છે.

આ સહીત કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા નોંધાતા કેસની સરખામણીમાં બમણી જોવા મળી છે છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 6 હજાર 379 લોકોએ કોરોનાને માત આપી છે અને તેઓ કોરોનાથી સાજા થયા છે.

જો દેશભરમાં કોરોનાના દૈનિક સકારાત્મકતા દર ની વાત કરીએ તો તે હાલ 2.29 ટકા નોંધાયો છે અને સાપ્તાહિક સકારાત્મકતા દર 3.87 ટકા જોવા મળી રહ્યો  છે.આ સહીત કોરોનામાંથી સાજા થનારા દર્દીઓ નવા નોંધાતા દર્દીઓ કરતા વધુ છે. જેને લઈને હાલ કોરોનામાંથી સાજા થવાનો દર  98.72 ટકા જોઈ શકાય  છે.

Exit mobile version