- કોરોનાના કેસમાં ઘટાડો
- 24 કાલકમાં 2,500 નવા કેસ નોંધાયા
- સક્રિય કેસો હવે 33 હજારથી ઓછા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે, જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન કોરકોનાના કેસ 3 હજારથી ઓછા નોંધાયા છે, ખાસ કરીને છેલ્લા 3 દિવસની વાત કરીએ તો આ દરમિયાન કોરોનાના કેસો 3 હજારથી ઓછા જ સામે આવ્યા છએ જે મોટી રાહત કહી શકાય
આજરોજ સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આપેલા આંકડાઓ પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,529 નવા કેસ સામે આવ્યા છએ તો સક્રિય કેસો પણ હવે ઘટીને 32 હજાર 282 થઈ ચૂક્યા છે, આ સાથે જ હવે જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 32 હજાર 282 થઈ ચૂકી છે.
આ સાથે જ દેશમાં દૈનિક સંક્રમણ દર 2.07 ટકા જોવા મળ્યો છે અને સાપ્તાહિક સંક્રમણ દર 1.38 ટકા જોઈ શાક છે. જ્મૃયારે કોરોનાનો ત્યુદર 1.19 ટકા છે.આ સાથે જ 24 કલાક દરમિયાન કોરોનાના 12 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.
આ સહીત સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા કુલ કેસના 0.07 ટકા જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 1 હજાર 36 કેસનો ઘટાડો થયો છે. દર્દીઓના સાજા થવાનો દર હવે 98.74 ટકા જોઈ શકાય છે.