Site icon Revoi.in

બિગબોસ 13થી જાણીતી બનેલી શહેનાઝ ગીલને મળી રિયા કપૂરની ફિલ્મ – અનિલ કપૂર અને ભૂમિ પેડનેકર સાથે કરશે કામ

Social Share

મુંબઈઃ- બિગબોસમાં આવ્યા બાદ શહેનાઝ ગિલની જાણે કિસ્મત જ પલટાઈ ગી છે, સિદ્ધાર્થ શુક્લ સાથેના રિલેશનને લઈને શહેનાઝ ગિલ ચર્ચામાં આવી હતી ત્યાર બાદ તેની બેબાક હોલવાની અદા અને તેની માસુમિયતના કારણે તે દર્શકોના દિલ પર રાજ કરવા લાગી અને બિગબોસમાંથી બહાર આવ્યા બાદ  તેનામાં અદભૂત ટ્રાન્ફોર્રોમેશન પણ જોવા મળ્યું અને અભિનેતા સલમાન ખાનની ફિલ્મ ભાઈજાનમાં તેને ઓફર મળી ત્યારે હવે વધુ એક બોલિવૂડ ફિલ્મ શહેનાઝ ગિલને મળી હોવાના સમાચાર સામે આવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સની જો માનીએ તો શહનાઝ ગિલના હાથમાં એક મોટી ફિલ્મ આવી છે. તે ટૂંક સમયમાં રિયા કપૂરની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે બોલિવૂડ સ્ટાર્સ અનિલ કપૂર અને ભૂમિ પેડનેકર જોવા મળશે. ઈ-ટાઇમ્સના અહેવાલ મુજબ, શહેનાઝ ગિલે રિયા કપૂર સાથે તેની બીજી બોલિવૂડ ફિલ્મ સાઈન કરી છે, જે તેના પતિ કરણ બુલાની દ્વારા બનાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે બિગ બોસ 13 પછી શહનાઝ ગિલ ખૂબ જ એક્ટિવ રહેતી જોવા મળી છે. આ વર્ષે તેણે રેમ્પ વોક પર પણ ડેબ્યુ કર્યું હતું. તેણે ઉમંગ 2022માં સ્ટેજ પર તેનું પહેલું લાઈવ પરફોર્મન્સ પણ આપ્યું છે. તે છેલ્લે સુપરહિટ ફિલ્મ હૌંસલા રખમાં દિલજીત દોસાંઝ સાથે જોવા મળી હતી.  શહેનાઝ ગિલ હાલમાં સલમાન ખાનની ફિલ્મ કભી ઈદ કભી દિવાળીનું શૂટિંગ કરી રહી છે.

Exit mobile version