Site icon Revoi.in

‘અગ્નિપથ યોજના’ના વિરોધમાં આજે બિહાર બંધનું એલાન – રક્ષામંત્રી આજે આ મામલે યોજશે બેઠક

Social Share

પટનાઃ-દેશભરમાં અગ્નિપથ યોજનાને લઈને વિરોધ નોંધાઈ રહ્યો છે,કેટલાર રાજ્યોમાં આ વિરોઘ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે,અનેક સ્થળો એ ટ્રેનને બસને આગ લગાવવાની ઘટનાઓ, રસ્તાઓ રોકવાની ઘટનાઓ સામે આવી રહી છે અત્યાર સુધી દેશભરમાં આ વિરોધે બે લોકોના જીવ લીધા છે.

ત્યારે હવે બિહારમાં આંદોલન ઉગ્ર બનતું જઈ રહ્યું છે.યુપી, બિહાર, રાજસ્થાન, હરિયાણા, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર સહિત દેશના અન્ય રાજ્યોમાં વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ દિવસથી હિંસક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખાસ કરીને બિહાર અને યુપીમાં યુવાનો હંગામો મચાવી રહ્યા છે. ભાજપના નેતાઓ પર હુમલાની સાથે સાથે અનેક જગ્યાએ યુવાનો દ્વારા ટ્રેનોને આગ ચાંપી દેવામાં આવી છે. આ સાથે ભારે તોડફોડ અને ઉપદ્રવ પણ થયો છે.

આ યોજનાના વિરોધમાં વિદ્યાર્થી સંગઠનોએ 24 કલાકના બિહાર બંધનું એલાન આપ્યું છે. આ બંધનું એલાન અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે. તે જ સમયે, યોજના વિરુદ્ધ હિંસક વિરોધને જોતા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક બેઠક બોલાવી છે. તેઓ સવારે 11:30 વાગ્યે અધિકારીઓ સાથે બેઠક કરશે.

યુવા સંગઠનોના કોલને બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડી અને ડાબેરી પક્ષોનું સમર્થન મળ્યું છે. આરજેડી વતી એવું કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રની અગ્નિપથ યોજનાથી યુવાનોમાં નારાજગી છે. વિદ્યાર્થી સંગઠનોએ 18 જૂને બિહાર બંધનું એલાન આપ્યું છે. મહાગઠબંધનના નેતાઓએ વિદ્યાર્થીઓના બંધના એલાનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.