Site icon Revoi.in

બિહારઃ સારણ જિલ્લામાં ફટાકડાના વેપારીના ઘરમાં વિસ્ફોટ,6ના મોત

Social Share

પટના:બિહારના સારણ જિલ્લામાં ફટાકડાના વેપારીના ઘરે વિસ્ફોટ થયો હતો.વિસ્ફોટ બાદ ઘરમાં આગ લાગી હતી.ઘર તૂટી પડ્યું. મામલા જિલ્લાના ખૈરા પોલીસ સ્ટેશન વિસ્તારના ખુદાઈ બાગ ગામનો છે.જ્યાં ફટાકડાના વેપારી શબીર હુસૈનના ઘરે વિસ્ફોટ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 8 ઘાયલોને પણ ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તે જ સમયે, ઘણા લોકો ઘરના કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલો છે.દુર્ઘટનાની માહિતી મળતા જ વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું.

આ ઘર નદી કિનારે આવેલું હતું, જેમાં ઘરનો મોટો ભાગ તૂટીને પડી ગયો હતો.કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો શરુ છે.જો કે હજુ સુધી મૃત્યુઆંક અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે,દુર્ઘટના સમયે તે ઘરમાં અને બાજુના મકાનમાં 10થી વધુ લોકો હાજર હતા, જેઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

જે ઘરમાં બ્લાસ્ટ થયો હતો તે ઘરમાં ફટાકડા બનવાનું કામ થતું હતું.અચાનક ઘરમાં વિસ્ફોટ થયો.લગભગ એક કલાક સુધી ઘરમાં સતત વિસ્ફોટ થઈ રહ્યા હતા.જેના કારણે પોલીસ-પ્રશાસનની ટીમ અને સ્થાનિક લોકો તે ઘરની નજીક પણ જઈ શક્યા ન હતા.

સારણ જિલ્લાના એસપી સંતોષ કુમારે જણાવ્યું કે,છપરામાં આ ઘટનામાં 6 લોકોના મોત પણ થયા છે જ્યારે ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોઈ શકે છે.અમે હાલમાં બ્લાસ્ટ કયા કારણોસર થયો તેની તપાસ કરી રહ્યા છીએ.ફોરેન્સિક ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે.

 

Exit mobile version