Site icon Revoi.in

બિહાર સરકારે નીલગાય અને જંગલી સુવરોને મારવાનો લીધો નિર્ણય- આ માટે ખાસ નિશાનેબાજોને કરાશે તૈનાત

Social Share

પટના – બિહાર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જે હેઠળ નીલગાય અને જંગલી સુવરોને મારવામાં આવશે આ સાથે જ આ પ્રાણીઓને મારવા માટે ખાસ નિશાનેબાજોને કામ પર લગાવાશે .આમ કરવા પાછળનું કારણ ખેડૂતોને થતું નુકશાન છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણએ બિહારના કેટલાક જિલ્લાઓમાં નીલગાય અને જંગલી ડુક્કરોના કારણે મોટાપાયે પાકને થતા નુકસાનથીસરકરાની ચિંતા વધી સાથે ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાય રહી છે., રાજ્ય સરકારે સંરક્ષિત જંગલ વિસ્તારની બહાર  હવે આવા જંગલી પ્રાણીઓને મારી નાખવોનો નિર્ણય લીધો છે.

આ સાથે જ આ પ્રકારના ડુક્કર અને નીલગાયને મારવા માટે સરકારે લાઇસન્સ પ્રાપ્ત વ્યાવસાયિક શૂટર્સને ભાડે રાખવાનો નિર્ણય કર્યો છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન વિભાગના અગ્ર સચિવએ જણાવ્યું હતું  કે અધિકારીોને ખેડૂતો દ્વારા નોંધાવવામાં આવેલ પાકના નુકસાનની ફરિયાદોનું મૂલ્યાંકન કરવા માટે કહેવામાં આવ્યું છે.

અધિકારીએ માહિતી આપી હતી કે રાજ્ય દ્વારા નિયુક્ત કરાયેલા શૂટર્સને ખેતરોમાં ભટકતા જોવા મળતા આ પ્રાણીઓને મારવા માટે કહેવામાં આવશે.કારણ કે આ નીલગાય અને જંગલી સુવર મુઝફ્ફરપુર, વૈશાલી, સીતામઢી, ભોજપુર અને શિયોહર જિલ્લામાં મોટા પાયે કૃષિ પાકને નષ્ટ કરી રહ્યા છે.જેથી ખેડૂતોનો પાક ઉગતા પહેલા અને પાકતા પહબેલાજ વિનાશ પામી રહ્યો છે તેથી આ નિર્ણય લેવાયો છે.

લાયસન્સવાળી બંદૂકો ધરાવતા પ્રોફેશનલ શૂટર્સની પસંદગી કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ ઝુંબેશ માટે નિર્ધારિત પ્રક્રિયાઓનું ચુસ્તપણે પાલન કરવામાં પણ આવશે અધિકારીએ કહ્યું કે સમગ્ર કવાયતમાં ચીફ ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે શૂટર્સને કારતુસ અને મૃત પ્રાણીઓને દફનાવવાનો ખર્ચ સરકાર ઉઠાવશે.

ઉલ્ખલેનીય છે કે રાજ્ય સરકારે જીવ સંરક્ષણ અધિનિયમ 1972 ની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને, વન વિભાગે મુખિયાને નોડલ ઓથોરિટી તરીકે નિમણૂક કરી છે અને આ પ્રાણીઓને રાજ્ય દ્વારા નિયુક્ત શૂટર્સ દ્વારા સુરક્ષિત વિસ્તારની બહાર મારવા દેવાની મંજૂરી આપે છે.