Site icon Revoi.in

મળો આ ડિજિટલ ભિક્ષુકને, જે ભીખમાં ઓનલાઈન પેમેન્ટ સ્વિકારે છે, ગળામાં લટકાવીને રાખે છે ક્યૂઆર કોડ

Social Share

 

સામાન્ય રીતે રસ્તાો પર કે મંદિરની બરાક આપણે અનેક ભીખારીને જોયા હશે કોઈ ખાવાનું માંગતા હોય છે તો કોઈ પૈસા માંગે છે, જો કે  ઘણી વખત આપણે પોતે કેટલાક ભિક્ષુકને એમ કહ્યું હશે કે આગળ જાવ છુટ્ટા નથી….પરંતુ હવે બિહારના એક ભિક્ષુકે લોકોને આ કહેવાની તક આપનાવું જ છોડી દીધું છે કારણ કે આ ભિક્ષુકે ઓનલાઈન પેમેન્ટ સ્વિકારે છે.એટલે તમારા પાસે છુટ્ટા નથી એમ કહેવાનો ઓપ્શન હોતો જ નથી. છે જે બાકી આ ડિજિટલ ભિક્ષુક,

બિહારના બેતિયા રેલવે સ્ટેશન પર ઈ-વોલેટનો QR કોડ ગળામાં લટકાવનાર ભિખારીનું નામ રાજુ છે. રાજુ નાનપણથી સ્ટેશન પર રહે છે અને ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે.આ ડિજીટલ ભિક્ષુક બિહારના બેતિયા રેલવે સ્ટેશનમાં ગળામાં ઇ-વોલેટનું ક્યૂઆર કોડ લટકાવીને જ ફરતો જોવા મળે છે, જેનું નામ રાજુ છે, શરૂઆતથી જ તે લોકો પાસેથી ભીખ માગીને પોતાનું ભરણપોષણ કરે છે.

આ ડિજિટલ આઈડિયા વિશે સવાલ પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે લોકો કહેતા હતા છુટ્ટા પૈસા નથી, તેથી મેં બેંકમાં ખાતું ખોલાવ્યું.અને તે ડિજિચલ પેમેન્ટ સ્વિકારવા લાગ્યો ભીખ માગવાને કારણે રાજુ ભિક્ષુક ચર્ચામાં જોવા મળે છે.

રાજુ પ્રસાદ ત્રણ દશકાથી રેલવે સ્ટેશન સહિત અનેક જગ્યાએ ભીખ માગીને પોતાનું જીવન પસાર કરે છે. મંદબુદ્ધિ હોવાને કારણે રાજુને પોતાનું પેટ ભરવા માટે અન્ય કોઈ રસ્તો ન મળ્યો. મંદબુદ્ધિ હોવાથી રાજુ પાસે કોઈ કામ ન હતું, તેથી તેણે ભીખ માંગવાનું કામ કર્યું.

રાજુની ક્યીઆર કોડથી ભીખ માંગવાની તેની પદ્ધતિથી તે ચર્ચામાં આવ્યો છે. તે સ્ટેશન અને બસ સ્ટેન્ડની બહાર આવતા મુસાફરોને મદદ માટે અપીલ કરે છે. રાજુ કહે છે કે જ્યારથી તે ડિજિટલ ભિખારી બન્યો છે ત્યારથી તેની કમાણી વધી છે.