Site icon Revoi.in

લગ્ન જીવનના 27 વર્ષ પછી અલગ થયા બિલ ગેટ્સ અને મેલિંડા ગેટ્સ

Social Share

દિલ્લી: વિશ્વના અમીર વ્યક્તિઓમાંનું એક નામ એવા, બિલ ગેટ્સ હવે પોતાના લગ્ન જીવનનો અંત લાવવા પર આગળ વધ્યા છે. બિલ ગેટ્સ અને તેમના પત્ની મેલિંડા ગેટ્સ બંન્ને એ પોતાના લગ્નના 27 વર્ષ પછી અલગ થવાનો નિર્ણય કર્યો છે. બંન્નેએ નિવેદનમાં જણાવ્યું કે, અમે અમારા લગ્નજીવનનો અંત કરવાનું નક્કી કર્યું છે.

નિવેદનમાં આગળ વધારે કહેવામાં આવ્યું કે, ધણી ચર્ચા અને સંબંધ પર કામ કર્યા બાદ હવે અલગ થવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 27 વર્ષમાં અમે અમારા 3 બાળકોને મોટા કર્યા છે. અમે એક ફાઉન્ડેશન બનાવ્યું છે જે વિશ્વભરમાં કામ કરે છે અને તેમાં તે વિશ્વમાં લોકોની સારા સ્વાસ્થ્ય માટે કામ કરે છે. આ ફાઉન્ડેશનમાં અમે આગળ પણ સાથે કામ કરીશુ.

ઉલ્લેખનીય છે કે બિલ ગેટ્સ અને મેલિંડા ગેટ્સની પહેલીવાર મુલાકાત 1987માં ન્યુયોર્ક શહેરમાં થઈ હતી, અને તે બાદ બંન્ને વચ્ચે વાત શરૂ થઈ હતી. વાતો શરૂ થયા પછી તેમણે વર્ષ 1993માં તેમણે સગાઈ કરી હતી અને 1994માં લગ્ન જીવનમાં બંધાય હતા.

 

 

Exit mobile version