Site icon Revoi.in

અમદાવાદના સોલા વિસ્તારમાં બર્ડ ફ્લૂનો કેસ નોંધાયો: 10 કિમી સુધીના વિસ્તાર માટે આ નિયમ લાગુ

Social Share

અમદાવાદ: કોરોના મહામારીની વચ્ચે બર્ડ ફ્લૂનો કહેર સમાપ્ત થવાનું નામ જ નથી લઇ રહ્યો,ત્યાં હવે અમદાવાદના સોલા વિસ્તારમાં પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂનો કેસ નોંધાયો છે. બર્ડ ફ્લૂનો કેસ મળી આવતા 1 થી 10 કિલોમીટર સુધીના વિસ્તારોમાં માસ,ચિકન અને ઇંડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અમદાવાદના જિલ્લા વહીવટીતંત્રે ગુરૂવારે સોલાની આજુબાજુના વિસ્તારમાં ચિકન અને ઇંડાના વેચાણ પર પ્રતિબંધ મુકવા ઉપરાંત ઇંડા અને ખાદ્ય ચીજોનો નાશ કરવાનો આદેશ આપ્યો છે.તેમજ ચેપ ગ્રસ્ત વિસ્તારમાં અવર-જવર પર પ્રતિબંધ મુકાયો છે.

આ પહેલા મહારાષ્ટ્ર સરકારે એક દિવસ પહેલા એટલે કે 3 માર્ચે આ અંગે માહિતી આપી હતી કે, 2 માર્ચે રાજ્યમાં બર્ડ ફ્લૂને કારણે 79 પક્ષીઓના મોત નિપજ્યા હતા,જેમાંથી 75 પોલ્ટ્રી પક્ષીઓ હતા.

75 પોલ્ટ્રી પક્ષીઓમાંથી બીડમાં 14,લાતુરમાં 45 અને નંદુરબાર જિલ્લામાં 16 ના મોત થયા હતા. આ સિવાય ચાર કાગડાઓનાં મોતને કારણે આ સંખ્યા વધીને 79 થઇ ગઈ હતી. જો કે,અન્ય પક્ષીઓ જેવા કે બગલા,ગોરેયા અને પોપટના મોતની રીપોર્ટ કરી નથી.

મૃત પક્ષીઓના સેમ્પલને ભોપાલના નેશનલ ઓફ હાઇ સિક્યોરીટી એનિમલ ડિસીઝ અને ડિસીઝ ઈન્વેસ્ટીગેશન સેક્શન,પુણે ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવી રહ્યા છે.

-દેવાંશી