Site icon Revoi.in

દેશની રાજધાની દિલ્હીમાં બર્ડ ફ્લૂની દસ્તક – તપાસમાં મોકલવામાં આવેલ 8 સેમ્પલ પોઝિટિવ 

Social Share

દિલ્હીઃ-દેશમાં કોરોના મહામારી વચ્ચે હવે બર્ડ ફ્લૂના રોગે હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં બર્ડ ફ્લૂ જોવા મળ્યો છે. તો હવે દેશની રાજધાની દિલ્હીમાંપણ બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ ચૂકી છે. દિલ્હીથી જલંધર મોકલવામાં આવેલા આઠ નમૂનાઓ પોઝિટિવ મળી આવ્યા છે.

મળતી માહિતી મુજબ સંજય તળાવની બતક અને મયુર વિહારના પાર્કમાં કાગડાઓમાં બર્ડ ફ્લૂ મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી દેશના નવ રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ  ચૂકી છે. દિલ્હીમાં પણ એક અઠવાડિયા કરતા વધુ સમયથી પક્ષીઓ વિવિધ સ્થળોએ મોતને ભેટી રહ્યા હતા, ત્યારબાદ સાવચેતી રૂપે, આ ​​ઉદ્યાનોમાં સામાન્ય લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી, જ્યારે મૃત પક્ષીઓના નમૂનાઓ જલંધર મોકલવામાં આવ્યા હતા.

રવિવારના રોજ 100 કાગડાઓ અને 27 બતક જુદી જુદી જગ્યાએ મૃત હાલતમાં મળી આવ્યા હતા. બીજા દિવસે પણ ડીડીએના સંજય લેક પાર્કમાં 10 બતક મળી આવી હતી. વહીવટીતંત્રે તેને એક ચેતવણી ઝોન જાહેર કર્યું છે.

પશુપાલન વિભાગે ધોરણ મુજબ તમામ મૃત પક્ષિઓને જમીનમાં દાટવામાં આવ્યા છે. પશુપાલન વિભાગના ડો.રાકેશના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં અત્યાર સુધીમાં લગભગ 100 કાગડાઓના મોત થયા છે

સાહિન-