Site icon Revoi.in

હરિયાણા બાદ પંજાબમાં બર્ડ ફ્લૂની દસ્તક – મોહાલીના બે પોલ્ટ્રી ફાર્મના રિપોર્ટ પોઝિટિવ મળી આવ્યા

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશમાં બર્ડ ફ્લૂની દહેશત વર્તાઈ રહી છએ ત્યારે હવે પંચકુલા બાદ પંજાબના મોહાલીમાં પણ બર્ડ ફ્લૂએ દસ્તક આપી છે. જલંધર પછી અહીંના ડેરાબસ્સી  સ્થિત બે પોલ્ટ્રીફોર્મનાં નમૂનાઓ ભોપાલ લેબમાં મોકલવામાં આવ્યા હતા જે પોઝિટિવ મળી આવ્યા  છે.

આ  સમગ્ર બાબત અંગે પુષ્ટિ થયા બાદ પંજાબ સરકારે સાવચેતીનાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. તેની પુષ્ટિ પંજાબના મુખ્ય સચિવ વિની મહાજને એક ટ્વિટમાં કરી હતી. તેમણે કહ્યું કે પશુપાલન વિભાગ જરૂરી સાવચેતીનાં પગલાં, દેખરેખ અને નમૂનાના ભેગા કરવાનું કાર્ય કરશે .

ઉલ્લેખનીય છે કે,મોહાલી જિલ્લાના વિવિધ સ્થળોએથી 800 પક્ષીઓના નમૂનાઓ જલંધર લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં પોલ્ટ્રી ફાર્મના બે પક્ષીઓમાં બર્ડ ફ્લૂનો વાયરસ મળી આવ્યો છે.આ અગાઉ હરિયાણાના પંચકુલા જિલ્લામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. પંજાબ સરકારે પહેલાથી જ બર્ડ ફ્લૂના જોખમને ધ્યાનમાં રાખીને અન્ય રાજ્યોમાંથી આવતા માંસ, ચિકન અને ઇંડા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

લેબની ક્ષમતા પ્રમાણે 100-150 પરીક્ષણો રોજ કરવામાં આવી રહ્યા છે. પશુપાલન અને ડેરીંગ વિભાગના સેક્રેટરીએ જણાવ્યું હતું કે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ પક્ષીઓના મોતના અહેવાલો મળી રહ્યા છે પરંતુ ગભરાવાની જરૂર નથી. અન્ય રાજ્યો કરતા પંજાબમાં સ્થિતિ સારી છે. વિભાગે અનેક મહત્વની સાવચેતીનાં પગલાં લીધાં છે, જેના પર કામ ચાલી રહ્યું છે.

સાહિન-