Site icon Revoi.in

રાજ્યમાં બર્ડ ફ્લૂ વકર્યો –  દિલ્હી સરકાર ચિંતામાં, મોકલશે નિષ્ણાંતોની સ્પેશિયલ ટીમ

Social Share

અમદાવાદઃ-દેશના કેટલાક રાજ્યોમાં બર્ડફ્લૂનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે હવે આ કહેરમાં ગૂજરાત પણ બાકાત નથી, ગુજરાતમાં સો પ્રથન જુનાગઢમાં બર્ડ ફ્લૂએ દસ્તક આપી ત્યાર બાદ સુરત.વલસાડ સહિતના વિસ્તારોમાં બર્ડ ફ્લૂ જોવા મળ્યો હતો.

રાજયમાં વધી રહેલા બર્ડ ફ્લૂના કેસને જોતા દિલ્હી સરકાર હરકતમાં આવી છે,દિલ્હીથી પશુપાલન વિભાગના નિષ્ણાંતોની ટીમ ગુજરાત રવાના કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે.ગુજરાતમાં અત્યાર સુધી બર્ડ ફ્લૂના ચેપથી કાગડા, ટીટોડી, બતક જેવા અનેક પક્ષીઓ મૃત્યુ પામ્યા છે.જેમાં જૂનાગઢ, વડોદરા, વલસાડ, સુરત બાદ ડાંગ જિલ્લામાં બર્ડ ફ્લૂની દહેશત વર્તાઈ રહી છે.

ગુજરાતમાં 9 જિલ્લાઓમાંથી અનેક પ્રજાતિઓના પક્ષીઓ મૃત હાલમાં મળી આવ્યા છે. કાગડા, બતક, ટીટોડી, કબૂતર બાદ મોર, કુંજ પછીના સેમ્પલો પણ ભોપાલ સ્થિત લેબોરેટરીમાં તપાસ માટે રવાના કરવામાં આવ્યા મોકલવામાં આવ્યા છે.

આ સાથે જ બારડોલીના બાબેન ગામના લેક પેલેસ હાઉસિંગઠે  સંકૂલમાં એક ઘુવડ બિમાર હાલતમાં મળ્યુ હતુ. જેના મોઢાંમાંથી લોહી વહેતું હતું, અત્યાર સુધીમાં સૌથી વધુ કાગડાઓ મોતને ભેટ્યા છે. હવે આ સ્થિતિ કાબુ બહાર ન જાય તેના માટે વહેલી તકે બર્ડ ફ્લૂને અટકાકકા માટે કેન્દ્ર સરકાર હરકતમાં આવી છએ, અને નિષ્ણઆંતોની ખાસ ટીમને ગુજરાત માકલવા માટેનો નિર્ણય લીધો છે.

સાહીન-

Exit mobile version