Site icon Revoi.in

જેના ડરથી અંગ્રેજો થર-થર ઘ્રુજતા, તેવા દેશના મહાન સ્વતંત્રતા સેનાની ચંદ્રશેખર આઝાદ અને બાળ ગંગાધર તિલકની જન્મ જંયતિ – પીએમ મોદી અને શાહએ આપી શ્રધ્ધાંજલી

Social Share

અંગ્રેજોના સમયમાં આઝાદીની લડતમાં મહત્વનો ફાળો આપનારા અને દેશના કરોડો યુવાઓ માટે પ્રેરણારુપ બનનારા બાળ ગંગાધર તિલક અને ચંદ્રશેખર આઝાદની આજે જન્મ જંયતિ છે,આ અવસર પર દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ ગુરુવારના રોજ સવારે ટ્વિટરના માધ્યમથી વીર શહીદો બાળ ગંગાધર તિલક અને ચંદ્ર શેખર આઝાદને યાદ કર્યા હતા અને તેઓને નમન કરીને શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી,

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે,”ભારત માતાના બે વીર પુત્રો લોકમાન્ય બાળ ગંગાધર તિલક અને ચંદ્રશેખર આઝાદને તેમની જન્મ જયંતિ પર સત્ સત્ નમન”

દેશના ગૃહ મંત્રી અમિત શાહ એ  પણ પોતાના  ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે, “લોકમાન્ય બાળ ગંગાધર તિલકજીએ પોતાના વિચારોથી સ્વાધિનતા માટે સંધર્ષ કરીને દેશને નવી દિશા પ્રદાન કરી હતી,તેમણે સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે,અને હું તેને મેળવીને જ જંપીશ,જેવા નારાથી જન-જનને સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડ્યા હતા,અને ધીરે ધીરે તે સમગ્ર ભારતનો  વિચાર બન્યો”

આ સાથે જ અમિતશાહ એ ચંદ્રશેખર આઝાદને યાદ કરતા લખ્યું છે કે,” ચંદ્ર શએખર આઝાદજીથી અંગ્રેજ હુકુમત થર થર ધ્રુજતી હતી,તેમણે કહ્યું હતું કે, હુ આઝાદ હતો,આઝાદ છું અને આઝાદ રહીશ,અને તેઓ ખરેખર તેમના છેલ્લા શ્વાસ સુધી આઝાદ રહ્યા,તેમના દેશ પ્રત્યેના પ્રેમ એ દેશના લાખો યુવાનોના હ્રદયમાં સ્વાધિનતાની જ્વાળા પ્રગટાવી,તેવા અમર બલિદાનીના ચરણોને કોટિ-કોટિ વંદન”

ઉલ્લેખનીય છે કે,અંગ્રેજો સામેની લડતમાં હજારો -લાખો સ્વતંત્રતા સેનાનીઓએ પોતાની જાનનું બલીદાન આપ્યું,આ સમય દરમિયાન સંધર્ષના કેટલાક જુથો બન્યા હતા જેમાં મુખ્ય રીતે નરમ દળ અને ગરમ દળ ખુબ ચર્ચામાં રહ્યું હતું,જેમાં ચંદ્ર શેખર આઝાદ અને કેટલાક બીજા સેનાની ગરમ દળના ભાગીદાર હતા.

બાળ ગંગાધર તિલકનો જન્મ 23 જુાલઈ 1856મા થયો હતો,ખુબ જ નાની વયે તેમણે અંગ્રેજો સાથે બાથ ભરવાનું શરુ કર્યું હતું,મરાઠી ભાષામાં સમાચાર પ્રત્રની રજુઆત કરી અને લોકોમાં જાગૃતતા લાવવાનું મહત્વનું બીડૂ ઝડપ્યું,કેટલીક વખત જેલ જવું પડ્યું તે સાથે જ ખોટા રાષ્ટ્ર દ્રોહના આરોપનો સામનો પણ કર્યો.

એક વખત જ્યારે તેમને કોર્ટમાં જ્જ સામે ઊભા રાખવામાં આવ્યા હતા ત્યારે જ્જ તેમની આટલી નાની વય જોઈને આશ્ચ્રર્ય પામયા હતા ,જ્યારે તેઓને તેમના પિતા અને તેમનું નામ પૂછવામાં આવ્યું ત્યારે તદ્દન સ્વાભિમાની બનીને ટટ્ટાર રહીને અવાજમાં જુસ્સા સાથે તેમણે કહ્યું કે,મારા પિતાનું નામ સ્વતંત્રતા છે અને મારું નામ આઝાદ છે,અને મારુ સરનામું કારાવાસ છે,બસ આજ દિવસથી તેઓ ચંદ્ર શેખર આઝાદના નામથી જાણીતા બન્યા.

ચંદ્ર શેખર આઝાદની જો વાત કરવામાં આવે તો,આજે દેશના યુવાઓ તેમના જીવનમાંથી પ્રેરણા લે છે,મધ્ય પ્રદેશમા 23 જુલાઈ 1906મા ચંદ્રશેખર આઝાદનો જન્મ થયો હતો,જલિયાવાલા બાગની હ્દય કાંપી ઉઠે તેવી ઘટનાએ આઝાદના જીવનની દિશાને નવો માર્ગ આપ્યો હતો,તેમણે માત્ર 14 વર્ષ જેટલી વયે ગાંધીજીના અસહયોગના આંદોલનમાં ભાગ લીધો અને અંગ્રેજો સામેના આંદોલનમાં જોડાયા હતા,તે જ સમયે કેટલીક વખત જેલમાં કેદ કરવામાં આવ્યા,ત્યાર બાદ અંગ્રેજોને તેમની સ્વાધિનતા આંખોમાં ખટકવા લાગી,અંગ્રેજો માટે આઝાદ તેમના રસ્તાનો કાટોં લાગવા લાગ્યા, ત્યારથી આઝાદે મનોમન નક્કી કર્યું કે હું જીવતા જવ ક્યારેય અંગ્રેજોના હાથે નહી લાગું,અને છેવટે બન્યુ પણ એવું જ.

 

સાહીન-