Site icon Revoi.in

‘ગેંગ્સ ઓફ વાસેપુર’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી એક્ટ્રેસ હુમા કુરેશીનો આજે જન્મદિવસઃ પ્રથમ વખત આપેલા એડિશનમાં સિલેક્ટ થઈ પરંતુ તે ફિલ્મ અત્યાર સુધી બની જ નહી

Social Share

 

મુંબઈઃ પોતાના શાનદાર અભિનયથી દર્શકોના દિલમાં સ્થાન બનાવનાર હુમા કુરેશીએ બોલિવૂડમાં આગવું નામ મએળ્યું છે, તે કોઈની ઓળખની મોહતાઝ નથી.આ એક્ટ્રેસ  ઘણા મોટા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું. હુમા કુરેશીનો જન્મ 28 જુલાઈ 1986 માં નવી દિલ્હીમાં થયો હતો. તેણે દિલ્હીથી જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો. હુમા કુરેશીનો ભાઈ સાકીબ સલીમ પણ બોલિવૂડનો લોકપ્રિય અભિનેતા છે. તેના પિતા સલીમ કુરેશી દિલ્હીની એક રેસ્ટોરન્ટના માલિક છે. હુમા કુરેશીએ અભ્યાસ પૂરો થતાંની સાથે જ તેણે અભિનયમાં પોતાનું ફ્યૂચર સેટ કરવાનું વિચાર્યું હતું

હુમા ક વર્ષ 2008 માં મુંબઇ આવી હતી અને તેના ડ્રિમ્સને પુરા કર્યા. તેણે ઘણી ફિલ્મો માટે સતત ઓડિશન આપ્યું. હુમા કુરેશી પહેલી વાર ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ માં જોવા મળી હતી, પરંતુ જે ફિલ્મ માટે તેણીને પહેલી વાર પસંદ કરવામાં આવી હતી તે અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ નહીં પણ ‘જંકશન’ હતી. મિત્રના કહેવાથી હુમા કુરેશીએ આ ફિલ્મ માટે ઓડિશન આપ્યું અને તે પસંદગી પામી, પરંતુ દુર્ભાગ્યવશ આ ફિલ્મ ક્યારેય બની નહોતી.

જાહેરાતમાં કામ કર્યા પછી બદલાયું હુમાનું જીવન

આ ફિલ્મ રિલીઝ થઈ નહી , પરંતુ હુમાએ હાર પણ માની ન હતી અને સંઘર્ષ બાદ તેને હિન્દુસ્તાન યુનિલિવરનો કોન્ટ્રાક્ટ મળ્યો, જેના કારણે હુમાએ ઘણી પ્રોડક્ટનું શૂટિંગ કર્યું. પરંતુ આમિર ખાન સાથે  એક ફોન બ્રાન્ડ માટે શૂટ કર્યા બાદ હુમા કુરેશીનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. આમિર ખાન બાદ હુમા કુરેશીને બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન સાથે કામ કરવાની તક પણ મળી.

અનુરાગ કશ્યપે ગેંગ્સ ઓફ,,, માટે ઓફર કરતા હુમાએ વાતની સિરીયસ નહોતી લીધી

ગેંગ્સ ઓફ વાસેપુર સાથે ડેબ્યૂ કરનાર હુમા કુરેશીને અનુરાગ કશ્યપે પહેલી તક આપી હતી. ખરેખર હુમા કુરેશીએ આમિર ખાન અને શાહરૂખ ખાન સાથે કામ કર્યા પછી ઘણા વધુ કમર્શિયલમાં કામ કર્યું હતું. જ્યારે અનુરાગ કશ્યપે હુમાને જોઈ, ત્યારે તેણે તરત જ તેને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવાનું મન બનાવી લીધું. હુમા કુરૈશી આ વાતથી અજાણ હતી કે આ તેણીના જીવનનો સૌથી મોટો પ્રસંગ છે,આ વાત જાણીની હુમાને ખૂબ નવાઈ લાગી હતી, તેણે તે વાત મન પર લીધી નહી,તેના મતે આવી ઓફર માત્ર સૌઈ કોઈ કહેવા ખાતર કરે છે,પરંતુ હુમાને ખરેખ આ ફિલ્મ મળી અને સફળતા પણ મળી.

આ ફિલ્મમાં હુમા કુરેશીએ નવાઝુદ્દીન સિદ્દીકીની ગર્લફ્રેન્ડની ભૂમિકા નિભાવી હતી. જો કે આ ફિલ્મમાં તેનું પાત્ર બહુ મોટું ન હતું, તેમ છતાં તે દર્શકોના દિલ પર પોતાની છાપ છોડવામાં સફળ રહી. આ પછી તે અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ ના બીજા ભાગનો પણ હિસ્સો  બની હતી.

હુમા કુરેશીએ તેની ફિલ્મી કરિયરમાં ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. તેણે બદલાપુર, જોલી એલએલબી 2 અને કાલા સહિત અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને આમિર ખાન જેવા મોટા સ્ટાર્સ સાથે ફિલ્મ્સ અને જાહેરાતોમાં કામ કર્યું હતું. તેણે હોલીવુડની ફિલ્મ ‘આર્મી ઓફ ધ ડૈડ’માં પણ પોતાના શાનદાર અભિનયનું પ્રદર્શન કર્યું.