Site icon Revoi.in

કડવો લીમડો એટલે ત્વચા માટે રામબાણ ઈલાજ , ફેસપેક હોય કે ફેસિયલ લીમડો આપે છે પરફેક્ટ રિલઝલ્ટ

Social Share

લીમડો આયુર્વેદમાં ખૂબ ઉપયોગી છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો, એન્ટી-ઇમ્ફ્લેમેટરી ગુણધર્મો અને એન્ટી-ફંગલ ગુણધર્મો છે. તે વિટામિન ઇ થી ભરપૂર છે. લીમડાના પાનની પેસ્ટ તવચાના દરેક ગુણો માટે લાભદાયી છે

લીમડાનો ફેસ પેક ત્વચાના રંગતને અલગ કરવામાં મદદ કરે છે. લીમડામાં હાજર એન્ટીઓકિસડેંટ કાળા ડાઘ અને કેટલીક અન્ય ત્વચા સબંધિત સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે.

આ સહીત જો  લીમડાના 10 પાંડડાને નારંગીની છાલ સાથે પાણીમાં ઉકાળીને તેની પેસ્ટમાં મધ, દહી અને સોયા મિલ્ક મિક્સ કરીને પેસ્ટ બનાવો. અઠવાડિયે 3 વાર આ લેપ લગાવવાથી ચેહરાનો નિખાર વધી જશે. તેમજ વ્હાઈટહેડસ, બ્લેક હેડ્સ અને કરચલીને દૂર કરશે.

આ સાથે જ બ્લેકહેડ્સ અથવા વ્હાઇટહેડ્સથી છૂટકારો મેળવવા માટે તમે લીમડાના ફેસ પેકનો ઉપયોગ પણ કરી શકો છો. તે ત્વચામાંથી ગંદકી કાઢવામાં મદદ કરે છે,લીમડાનો ફેસ પેક લગાવવાથી ત્વચાના સંક્રમણથી બચી શકાય છે. લીમડાનું એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ ત્વચાને સુરક્ષિત કરે છે.લીમડાનો ફેસ પેક ત્વચાની કરચલીઓને ઘટાડવામાં મદદ કરે છે. લીમડામાં વિટામિન ઇ અને ફેટી એસિડ હોય છે જે ત્વચાને સજ્જડ બનાવે છે. આ વૃદ્ધત્વના સંકેતોને રોકવામાં મદદ કરે છે.

લીમડાને ચહેરા પર લગાવવાની આ સૌથી સરળ રીત છે. આનાથી ચહેરો છેક અંદર સુધી સાફ થાય છે. આને બનાવવા માટે લીમડાના પાવડરમાં બે મોટા ચમચાં એલોવેરા મિક્સ કરો. રૂમાં થોડાં ટીપાં ગુલાબજળ લો અને ચહેરો સાફ કરો. એનાથી ચહેરા પરનું તેલ અને ગંદકી સાફ થઇ જશે. ચહેરો સુકાઈ જાય એટલે પેસ્ટ લગાવી લો. 15 મિનટ રાખીને ચહેરો ધોઈ નાંખો.