Site icon Revoi.in

બીજેપી દ્રારા ચાર રાજ્યોના ચૂંટણી પ્રભારીના નામોની કરાઈ જાહેરાત

Social Share

 

દિલ્હીઃ- આગામી કેટલાક રાજ્યોમાં આવનારી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી બરાબર કમર કસી રહી છે ત્યારે હવે ભાજપે ચાર રાજ્યોના ચૂંટણી પ્રભારીઓની જાહેરાત કરી છે. ભાજપે રાજસ્થાન, છત્તીસગઢ,  મધ્યપ્રદેશ અને  તેલંગાણામાં ચૂંટણી પ્રભઆરીઓની જાહેરાત કરી છે.

આ રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે ડિસેમ્બર અને આવતા વર્ષે જાન્યુઆરીમાં સમાપ્ત થનાર છે જેને લઈને બીજેપી દ્રારા અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.. છત્તીસગઢ અને મધ્યપ્રદેશ વિધાનસભાની મુદત અનુક્રમે 3 જાન્યુઆરી અને 6 જાન્યુઆરી, 2024ના રોજ સમાપ્ત થશે.

જાણકારી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ આ વર્ષે 4 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તેના ચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરી છે.જો  રાજસ્થાનની વાત કરીએ તો અહી ચૂંટણી પ્રભારી કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીને જવાબદારી સોંપાઈ છે,ત્યારે વળી બીજી તરફ ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને હરિયાણાના નેતા કુલદીપ બિશ્નોઈ સહપ્રભારી રહેશે

છત્તીસગઢના ચૂંટણી પ્રભારી ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુર, સહ ચૂંટણી પ્રભારી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા રહેશે આસહીત મધ્યપ્રદેશના ચૂંટણી પ્રભારી કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, સહ ચૂંટણી પ્રભારી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની પસંદગી કરાઈ છે. આ સહીત તેલંગાણામાં પ્રકાશ જાવડેકર ચૂંટણી પ્રભારી જયારે સહ ચૂંટણી પ્રભારી કેન્દ્રીય મહામંત્રી સુનિલ બંસલ નિમાયા

Exit mobile version